AUS vs SA: ડી કોકે સતત બીજી સદી ફટકારી, એબી ડી વિલયસની કરી બરાબરી
AUS vs SA: વિશ્વ કપ 2023 ની 10મી મેચમાં ઓસ્ટ્રેલિયાની સામે ક્વિન્ટલ ડી કોકની શાનદાર સદી ફટકારી હતી. આ વર્ષે વર્લ્ડ કપમાં આ તેની સતત બીજી સદી છે. આ સદીની મદદથી ક્વિન્ટને વધુ એક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો. ક્વિન્ટન વર્લ્ડ કપમાં સતત સદી ફટકારનારો ચોથો ખેલાડી બની ગયો છે. એબી ડી વિલિયર્સના મોટા રેકોર્ડની પણ બરાબરી કરી હતી.
ક્વિન્ટન ડી કોકે લખનઉના એકાના સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું હતું. શ્રીલંકા સામે સદી ફટકાર્યા બાદ ક્વિન્ટને સદી ફટકારી હતી. વર્લ્ડ કપમાં આ તેની સતત બીજી સદી છે. તે વર્લ્ડ કપમાં સતત બીજી સદી ફટકારનારો ચોથો ખેલાડી બન્યો હતો.

ક્વિન્ટન ડી કોકે એબી ડી વિલિયર્સના રેકોર્ડની બરાબરી કરી - આ યાદીમાં શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાનું નામ સામેલ છે. સંગાકારાએ વર્લ્ડ કપમાં સતત ચાર સદી ફટકારી છે. આ સાથે જ ભારતના રોહિત શર્માનું નામ બીજા સ્થાને છે. રોહિતે વર્લ્ડ કપમાં સતત ત્રણ સદી ફટકારી છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર એબી ડી વિલિયર્સ ત્રીજા નંબર પર છે. શ્રી 360 ડિગ્રીએ બે સદી ફટકારી છે. ક્વિન્ટને ડી વિલિયર્સના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
ક્વિન્ટન ડી કોકના રેકોર્ડ
વર્લ્ડ કપમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ વનડે સદી
- 5- કુમાર સંગાકારા
- 2- એબી ડી વિલિયર્સ
- 2 - બ્રેન્ડન ટેલર
- 2 - ક્વિન્ટન ડી કોક
વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારનાર દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ
- 101 - હર્શલ ગિબ્સ, લીડ્ઝ, 1999
- 100 - ફાફ ડુ પ્લેસિસ, માન્ચેસ્ટર, 2019
- 100 - ક્વિન્ટન ડી કોક, લખનઉ, 2023
દક્ષિણ આફ્રિકા માટે ઓપનિંગ બેટ્સમેન તરીકે સૌથી વધુ ODI સદી
- 27- હાશિમ અમલા
- 19 - ક્વિન્ટન ડી કોક
- 18 - હર્શલ ગિબ્સ
- 13 - ગેરી કર્સ્ટન
- 10 - ગ્રીમ સ્મિથ
વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ સદી
- 4- એબી ડી વિલિયર્સ
- 2- હાશિમ અમલા
- 2- ફાફ ડુ પ્લેસિસ
- 2 - હર્શલ ગિબ્સ
- 2 - ક્વિન્ટન ડી કોક
દક્ષિણ આફ્રિકા વિ ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ વનડે સદી
- 5 - ફાફ ડુ પ્લેસિસ
- 3 - હર્ષલ ગિબ્સ
- 3 - ક્વિન્ટન ડી કોક
ODI વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર તરીકે સદી ફટકારનાર ખેલાડીઓ
- 107 - એબી ડી વિલિયર્સ વિ વેસ્ટ ઈન્ડિઝ, દિલ્હી, 2011
- 134 - એબી ડી વિલિયર્સ વિ એનઈડી, મોહાલી, 2011
- 100 - ક્વિન્ટન ડી કોક વિ એસએલ, દિલ્હી, 2023
- 109 - ક્વિન્ટન ડી કોક વિ ઓસ્ટ્રેલિયા, લખનૌ, 2023
આ સિવાય ક્વિન્ટનના નામે બીજા પણ ઘણા રેકોર્ડ નોંધાયા હતા. ક્વિન્ટન ડી કોક વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારનાર ત્રીજો દક્ષિણ આફ્રિકાનો ખેલાડી બન્યો છે. આ સાથે જ ડી કોક વર્લ્ડ કપમાં એકથી વધુ સદી ફટકારનારો દક્ષિણ આફ્રિકાનો પાંચમો ખેલાડી બન્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
