Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AUS vs PAK : વિદાય હોય તો આવી, ડેવિડ વોર્નર માટે મેદાન પર પહોંચ્યા હજારો લોકો

ક્રિકેટના ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ દર્શકો સ્ટેન્ડ છોડીને સીધા ખેલાડીઓ પાસે પહોંચી જતા હોય છે. આજે આ અદભુત નજારો સિડનીમાં ડેવિડ વોર્નરના અંતિમ મેચમાં જોવા મળ્યો.

ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામેની મેચ સાથે પોતાની કારકિર્દી પુરી કરવાની જાહેરાત કરી છે. વોર્નર હવે મેદાન પર નહીં જોવા મળે. મેચ બાદ હજારો દર્શકો પોતાના હીરોને જોવા મેદાનમાં પહોંચ્યા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ દરેક લોકોને મંજૂરી આપી હતી.

David Warner

પ્રેક્ષકો પોડિયમ પાસે કતારમાં ઊભા હતા અને આ એક ભાવનાત્મક ક્ષણ હતી. વોર્નર માટે પણ તે ભાવનાત્મક સમય હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેને હવે કેવી રીતે યાદ કરવામાં આવે. આના પર તેમની તરફથી એક મજેદાર જવાબ આવ્યો.

વોર્નરે કહ્યું કે, હું મારી રમતથી લોકોના ચહેરા પર સ્મિત લાવવામાં સફળ રહ્યો છું, મને એક ઉત્સાહી અને મનોરંજક ખેલાડી તરીકે યાદ રાખો. તેણે ટેસ્ટ ક્રિકેટને સૌથી મનોરંજક ગણાવ્યું હતું. આ સિવાય વોર્નરે તેની સફરમાં પરિવારને પણ મહત્વનો ભાગ ગણાવ્યો હતો.

વોર્નરે તેની ક્રિકેટ સફરમાં સાથ આપવા બદલ તેના માતા-પિતા, ભાઈ અને પત્નીનો આભાર માન્યો. તેણે કહ્યું કે, હું આ બધાને ખૂબ પ્રેમ કરું છું. આ વિશે વધુ કહું તો ભાવુક થઈ જઈશ. તેણે ખાસ કરીને તેની પત્ની કેન્ડિસનો આભાર માન્યો.

ઓસ્ટ્રેલિયાએ સિડની ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 8 વિકેટના મોટા અંતરથી હરાવ્યું અને શ્રેણી 3-0થી જીતી લીધી છે. વોર્નરે તેની છેલ્લી ઇનિંગમાં 57 રનની શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં કુલ 7 ચોગ્ગા ફટકાર્યા.

મેચ દરમિયાન વોર્નરનો પરિવાર હાજર હતો. સિડની ટેસ્ટના અંતિમ દિવસે લંચ માટે જતા સમયે ડેવિડ વોર્નરે એક ફેન્સને ગ્લોવ્ઝ પણ ગિફ્ટ કર્યા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X