Asia Cup 2023: પાકિસ્તાન સામેની મેચને લઇ રોહિત શર્માએ તોડી ચુપ્પી, જાણો ક્યારે છે મેચ
વનડે વર્લ્ડ કપ પહેલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. આ બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમાશે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ ત્રણ મેચ રમાઈ શકે છે.
પ્રથમ ગ્રૂપ સ્ટેજ બીજી તારીખે યોજાશે. અને સુપર ફોરમાં બીજી મેચ 10 સપ્ટેમ્બરે રમાશે. જો આ બંને ટીમ ફાઈનલમાં પહોંચે છે તો 17 સપ્ટેમ્બરે ફરી એકવાર બંને વચ્ચે ટક્કર થઈ શકે છે.

ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાન અને શ્રીલંકામાં થવા જઈ રહ્યું છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે આ મોટી ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે. તે મુજબ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 30 ઓગસ્ટે પાકિસ્તાનના મુલતાનમાં રમાશે.
સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાન સામેની મેચને લઈને કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે. રોહિત શર્માએ કહ્યું કે જ્યારે તમે પાકિસ્તાન સામે રમો છો ત્યારે તે હંમેશા પડકારજનક હોય છે.
તેમને હરાવવા અને તેમની સામે રમવું, આ માટે અમારે ઘણું કરવું પડશે. અમે ઈચ્છીએ છીએ કે અમારી ટીમ એશિયા કપ માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય.
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લે 2022 વર્લ્ડ કપમાં મેચ રમાઈ હતી. ગયા વર્ષે રમાયેલા એશિયા કપમાં ભારતને સુપર ફોરમાં પાકિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
પાકિસ્તાન ઉપરાંત ટીમ શ્રીલંકા સામે પણ હાર્યું હતું. જેના કારણે ભારત ફાઇનલમાં જગ્યા બનાવી શક્યું નથી. ભારત આ વર્ષે કોઈપણ ભૂલનું પુનરાવર્તન ટાળવાનો પ્રયાસ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
