Asia Cup 2025 : પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા આતંકી મસૂદના પરિવારને કરી રહ્યો છે?
Asia Cup 2025 : એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ટ્રોફી જીતી લીધી છે. ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે ટૂર્નામેન્ટની તમામ મેચોની પોતાની ફી ભારતીય સેનાને દાન કરવાની જાહેરાત કરી છે.
બીજી તરફ પાકિસ્તાની કપ્તાન સલમાન અલી આગા એક નિવેદનને કારણે વિવાદમાં છે. તેના આ પગલાથી પાકિસ્તાનનો બેવડો વ્યવહાર ફરી એકવાર સામે આવ્યો છે.

મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં સલમાન આગાએ દાવો કર્યો કે પાકિસ્તાની ટીમ તેની મેચ ફી એ પાકિસ્તાની નાગરિકોને દાન કરશે, જે મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમિયાન 'ભારતીય હુમલાથી પ્રભાવિત થયા હતા.
આ નિવેદન આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર તેમને લોકોના આક્રોશનો સામનો કરવો પડ્યો છે. લોકોને સીધો સવાલ પૂછ્યો કે શું તે આતંકવાદીઓના પરિવારો સાથે છે?
ઓપરેશન સિંદૂર ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવીને શરૂ કરાયું હતું. આ ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના પરિવારનો પણ ખાતમો થયો હતો.
એપ્રિલ 2025માં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે આ કાર્યવાહી કરી હતી, જેમાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આગાના નિવેદન પર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે અને તેને સીધો સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું તે મસૂદ અઝહરના પરિવારને મદદ કરવા માંગે છે? હાલમાં સલમાન અલી આગાને જોરદાર રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
