Asia Cup 2023, IND vs PAK : પાકિસ્તાન સામે રોહિત શર્માના છક્કાએ રચ્યો ઇતિહાસ, આવું કરનારો એકમાત્ર ખેલાડી બન્યો

Asia Cup 2023, IND vs PAK: એશિયા કપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ રહી છે. જે હાલ વરસાદના કરણે રોકી દેવામાં આવી છે. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે બે વિકેટના નુકસાન સાથે 24.1 ઓવરમાં 147 રન બનાવ્યા છે. જેમાં હાલ કોહલી 8 રન અને કેએલ રાહુલ 17 રન બનાવ્યા છે. આ સાથે શુભમન ગીલે 52 બોલમાં 58 રન બનાવ્યા છે.

Asia Cup 2023

રોહિત શર્માએ 49 બોલમાં 56 રન બનાવ્યા છે. જેમાં તેણે 4 છક્કા અને 6 ચોગ્ગા ફટકાર્યા છે. આ મેચ પહેલી જ ઓવરમાં કેપ્ટન રોહિત શર્માએ એવું કર્યું જે પહેલા ક્યારેય બન્યું ન હતું.

રોહિતે એક મોટો રેકોર્ડ બનાવ્યો - શાહીન આફ્રિદીએ ફરી એકવાર પાકિસ્તાન માટે પહેલી ઓવર ફેંકી હતી. આ ઓવરના પહેલા 5 બોલમાં કોઈ રન ન હતો બન્યા, પરંતુ ઓવરના છેલ્લા બોલ પર હિટમેને ડીપ સ્ક્વેર લેગ પર શાનદાર સિક્સર ફટકારી હતી. આ સાથે રોહિતે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો.

રોહિત ODI ક્રિકેટમાં શાહીન સામે સિક્સર મારનારો વિશ્વનો પ્રથમ અને એકમાત્ર બેટ્સમેન બની ગયો છે. શાહીન, જે ઘણીવાર પ્રથમ બોલથી સમગ્ર વિશ્વના બેટ્સમેનો પર પ્રભુત્વ ધરાવે છે, આજે રોહિત દ્વારા પ્રથમ ઓવરથી જ હિટિંગ કરવામાં આવ્યો હતો.

ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે પાકિસ્તાન સામેની સુપર 4 મેચમાં શાનદાર શરૂઆત કરી હતી. આ મેચમાં રોહિત જહાં 56 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ગિલે 58 રનની ઇનિંગ રમી હતી. બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાનની ફાસ્ટ બોલિંગ ત્રિપુટી શાહીન, નસીમ શાહ અને હરિસ રઉફ આ મેચમાં બહુ અસરકારક સાબિત થઈ ન હતી.

ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ

પાકિસ્તાનની ટીમ : ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X