Asia Cup 2023 Final: વરસાદના લીધે રદ થઈ ભારત-શ્રીલંકા મેચ, તો કોને મળશે ટ્રૉફી? જાણો શું છે નિયમ
Asia Cup Final 2023, India vs Sri Lanka: એશિયા કપ 2023ની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બર, રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ હાઈ-વોલ્ટેજ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાવાની છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગે શરૂ થશે. ફરી એકવાર કોલંબોમાં ટાઈટલ મેચના દિવસે વરસાદનો ખતરો છે.
વાસ્તવમાં, એશિયા કપમાં ભારત અને શ્રીલંકા બંનેના એક બીજા સામે શાનદાર રેકૉર્ડ છે. ભારતે સાત વખત ટાઈટલ જીત્યું છે, જ્યારે શ્રીલંકાએ પણ ટૂર્નામેન્ટમાં છ વખત ટ્રૉફી જીતી છે. બંને ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમો છે.

ભારત વિ શ્રીલંકા ફાઇનલ મેચ દરમિયાન કોલંબોમાં હવામાન બહુ આશાસ્પદ દેખાતું નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર, રવિવારે અહીં વરસાદની 80 ટકા સંભાવના છે. મેચના દિવસે બપોરે 1 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ભારે વરસાદની અપેક્ષા છે.
હવામાન અહેવાલો અનુસાર, 17 સપ્ટેમ્બરે અહીં વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં, ફાઇનલ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ શકે છે, અને જો ખરાબ હવામાનને કારણે મેચ રદ થાય છે, તો આ મેચ બીજા દિવસે એટલે કે 18 સપ્ટેમ્બરના રોજ રિઝર્વ ડે પર પૂર્ણ થશે.
જો રિઝર્વ ડે પર પણ કોઈ પરિણામ ન આવે તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. જો કે ફાઇનલ મેચનું પરિણામ મેળવવા માટે રોહિત શર્મા અને દાસુન શનાકાની ટીમોએ 20-20 ઓવર રમવી પડશે.
વાસ્તવમાં, આ પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2002ની ફાઇનલ કોલંબોના આરકે કોલંબોમાં યોજાઈ હતી. 29 અને 30 સપ્ટેમ્બરના રોજ પ્રેમદાસા સ્ટેડિયમમાં વરસાદને કારણે મેચ બે વખત રદ કરવામાં આવી હતી, ત્યારબાદ કેપ્ટન સૌરવ ગાંગુલી અને સનથ જયસૂર્યાએ ટ્રોફી શેર કરી હતી અને બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
