ASIA CUP 2023 : ફાઇનલ પહેલા શ્રીલંકાને મોટો ઝડકો, આ સ્ટાર ખેલાડી ફાઈનલમાંથી બહાર
રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપના ફાઈનલ મુકાબલા પહેલા શ્રીલંકન ટીમને મોટો ઝડકો લાગ્યો છે. ફાઈનલ પહેલા શ્રીલંકન ટીમનો સ્ટાર ખેલાડી ઈજાના કારણે બહાર થઈ ગયો છે.
એશિયા કપ ફાઇનલ ભારત અને શ્રીલંકા વચ્ચે 17 સપ્ટેમ્બરે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ હાઈ-વોલ્ટેજ મેચ પહેલા શ્રીલંકન ટીમને મોટો ફટકો પડ્યો છે. અહેવાલો અનુસાર, સ્પિનર મહેશ તીક્ષ્ણા ઈજાને કારણે એશિયા કપની ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે.

પાકિસ્તાન સામેની સુપર ફોર મેચ દરમિયાન તીક્ષ્ણાના જમણા હાથની હૅમસ્ટ્રિંગમાં ખેંચ આવી હતી. બોલને બાઉન્ડ્રી સુધી પહોંચતા રોકવાના પ્રયાસમાં તેને આ ઈજા થઈ હતી. શ્રીલંકન ક્રિકેટે બોર્ડે તેના એક નિવેદન કહ્યું કે, પાકિસ્તાન સામેની મેચ દરમિયાન જમણા હાથની હૅમસ્ટ્રિંગમાં ખેંચ આવવાને કારણે મહેશ તીક્ષ્ણા ફાઈનલ નહીં રમે.
તીક્ષ્ણા પાકિસ્તાન સામે બોલિંગ કરતી વખતે લડખડાતો જોવા મળ્યો હતો. જો તે તેમ છતાં તેણે 9 ઓવર ફેંકી હતી. તેની ઈજાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શ્રીલંકાના કેટલાક ડગઆઉટ સભ્યોએ તેને મેદાન બહાર જવામાં મદદ કરી હતી.
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈજા પછી સ્કેન કરવામાં આવ્યું, જેમાં સ્નાયુમાં ઈજાની પુષ્ટિ થઈ છે. શ્રીલંક સિલેક્ટરોએ તીક્ષ્ણાના સ્થાને ઓફ સ્પિનર સહન અરાચિગેને ફાઈનલ માટે ટીમમાં સામેલ કર્યો છે. 28 વર્ષીય સહન અરાચિગે શ્રીલંકા માટે બે વનડે મેચ રમી ચૂક્યો છે.
જણાવી દઈએ કે, મહેશ તીક્ષ્ણાએ ચાલુ ટુર્નામેન્ટના પાંચ મેચમાં 29.1ની એવરેજથી આઠ વિકેટ લીધી છે. નવા બોલ સાથે તે ટીમ માટે ઘણો ઉપયોગી સાબિત થયો છે. ફાઈનલ પહેલા તીક્ષ્ણાની શ્રીલંકન ટીમ માટે ચિંતાનો વિષય બની છે. માત્ર એશિયા કપ જ નહીં વર્લ્ડ કપ માટે પણ આ શ્રીલંકાને મોટો ઝડકો છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
