Asia Cup 2022 : ધોનીને પાછળ છોડી રોહિત શર્મા હોંગકોંગ સામે બનાવશે આ રેકોર્ડ!
ભારતીય ટીમે પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં ધમાકેદાર સ્ટાઈલમાં જીત મેળવી છે. હવે 31 ઓગસ્ટના રોજ ટીમ ઈન્ડિયા હોંગકોંગ સામે ટકરાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સુપર-4 માટે ક્વોલિફાઈ થવા ઈચ્છશે.
Asia Cup 2022 : ભારતીય ટીમે પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં ધમાકેદાર સ્ટાઈલમાં જીત મેળવી છે. હવે 31 ઓગસ્ટના રોજ ટીમ ઈન્ડિયા હોંગકોંગ સામે ટકરાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સુપર-4 માટે ક્વોલિફાઈ થવા ઈચ્છશે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે, તો રોહિત શર્મા કેપ્ટન તરીકે એક મોટો રેકોર્ડ બનાવશે અને તે મહાન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દેશે.

આ રેકોર્ડ બનાવી શકે છે રોહિત શર્મા
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ વર્ષ 2018માં એશિયા કપની ટ્રોફી જીતી હતી. ત્યારબાદ ભારતે સતત પાંચ મેચ જીતી હતી. આવાસમયે, આ વર્ષે ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત ફોર્મમાં ચાલી રહી છે.
ભારતે પોતાની પ્રથમ મેચમાં જ પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. હવેભારતનો સામનો હોંગકોંગ જેવી નબળી ટીમ સામે થશે. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે, તો રોહિત શર્મા એશિયા કપમાં સતત 7 મેચજીતનારા પ્રથમ કેપ્ટન બની જશે.

ધોનીએ ઘણી મેચો જીતી છે
દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં સતત 6 મેચ જીતી છે. પાકિસ્તાનના કેપ્ટન મોઈન ખાને પણ 6 મેચજીતી છે.
રોહિત શર્મા હોંગકોંગ સામેની મેચ જીતતાની સાથે જ આ બંને દિગ્ગજોને પાછળ છોડી દેશે. ધોનીની કપ્તાનીમાં ભારતે 2010 અને2016માં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.

ભારતે સૌથી વધુ ટાઇટલ જીત્યા છે
ભારતીય ટીમ અત્યારે ખૂબ સારા ફોર્મમાં ચાલી રહી છે. પાકિસ્તાનની ટીમને હરાવ્યા બાદ ભારતનું મનોબળ ઘણું ઊંચું છે.
ભારતે સૌથી વધુવખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. આ સાથે જ શ્રીલંકાએ પાંચ વખત એશિયા કપ જીત્યો છે. પાકિસ્તાન માત્ર 2 વખત એશિયા કપજીતવામાં સફળ રહ્યું છે.
આ વખતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા એશિયા કપ જીતવાની પ્રબળ દાવેદાર તરીકે જોવામાં આવી રહીછે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
