T20 World Cup : શર્મા-કોહલી સિવાય આ દિગ્ગજો પણ આવતા T20 વર્લ્ડ કપમાં નહીં જોવા મળે, લિસ્ટમાં મોટા નામ સામેલ
T20 World Cup : બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપમાં જીત સાથે જ ભારતીય ટીમના ત્રણ સૌથી સિનિયર ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ t20 ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી છે.
આ ત્રણ ભારતીય સ્ટાર ખેલાડીઓ સિવાય ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણા એવા સ્ટાર છે જેના માટે આ છેલ્લો વર્લ્ડ કપ હતો. આ લિસ્ટમાં ઘણા મોટા નામ સામેલ છે.

ભારતીય 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો છે. હવે વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટને અલવિદા કહ્યું છે અને આગામી T20 વર્લ્ડ કપમાં નહીં રમે.
આ યાદીમાં માત્ર કોહલી, રોહિત અને જાડેજાના નામ નથી, ઘણા મોટા નામ છે જેઓ આગામી T20 વર્લ્ડ કપનો ભાગ નહીં હોય.
ઓસ્ટ્રેલિયા આ T20 વર્લ્ડ કપમાંથી બહાર થતાંની સાથે જ ડેવિડ વોર્નરે નિવૃત્તિની જાહેરાત કરી છે. આ રીતે ડેવિડ વોર્નરની લગભગ 15 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવ્યો છે. હવે ડેવિડ વોર્નર T20 વર્લ્ડ કપ 2026માં જોવા નહીં મળે.
ઇંગ્લેન્ડના જોસ બટલર અને જોની બેરસ્ટોના રમવાની શક્યતા ઘણી ઓછી છે. જોસ બટલરની ઉંમર લગભગ 34 વર્ષ છે, જ્યારે જોની બેયરસ્ટો 35 વર્ષની નજીક છે. આ બંને માટે T20 વર્લ્ડ કપ 2026 સુધી રમવું આસાન નહીં હોય.
આ સિવાય મોઈન અલી માટે ટી20 વર્લ્ડ કપ 2026માં રમવું એક મોટો પડકાર હશે. વાસ્તવમાં ઉંમર સાથે ખરાબ ફોર્મ મોઈન અલી માટે સમસ્યા બની જશે.
આ સિવાય પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર અને ઓલરાઉન્ડર ઈમાદ વસીમની ફિટનેસ પર પણ સવાલો છે. આ વર્લ્ડ કપમાં બંને ખેલાડીઓ નિરાશ થયા છે. માનવામાં આવે છે કે હવે મોહમ્મદ આમિર અને ઈમાદ વસીમ માટે પાકિસ્તાનની ટીમમાં વાપસી કરવી આસાન નહીં હોય
આ યાદીમાં ન્યુઝીલેન્ડના 2 ખેલાડીઓ છે. કેન વિલિયમસન સિવાય ટિમ સાઉથી માટે આગામી T20 વર્લ્ડ કપમાં રમવું મુશ્કેલ છે. આ T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ટીમ પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. કેન વિલિયમસન અને ટિમ સાઉથી પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યા. કેન વિલિયમસન લગભગ 34 વર્ષનો છે, જ્યારે ટિમ સાઉથી 35 વર્ષનો છે, તેથી બંને ખેલાડીઓ T20 વર્લ્ડ કપ 2026 રમી શકે તેવી શક્યતાઓ ઘણી ઓછી છે.
આ સિવાય દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક માટે ટી20 વર્લ્ડ કપ 2026માં રમવું મુશ્કેલ છે. ક્વિન્ટન ડી કોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું પરંતુ તેણે આ વર્લ્ડ કપ માટે દક્ષિણ આફ્રિકાની ટીમમાં રમવાનું નક્કી કર્યું. ક્વિન્ટન ડી કોકે તેની બેટિંગથી પ્રભાવિત કર્યા પરંતુ હવે તે દક્ષિણ આફ્રિકા માટે રમતા જોવા મળે તેવી શક્યતા ઓછી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
