એશિયા કપ 2025 માટે અફઘાનિસ્તાનની મજબૂત ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન
Afghanistan Team Asia Cup: અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે એશિયા કપ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે અફઘાનિસ્તાનની પ્રારંભિક ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં કુલ 22 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાશિદ ખાનને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

તાજેતરના સમયમાં રાશિદ ખાનનું ફોર્મ ચિંતાનો વિષય રહ્યું છે પરંતુ અફઘાન બોર્ડને આશા છે કે રાશિદ તેની લય પાછી મેળવશે. અફઘાન બોર્ડનું કહેવું છે કે રાશિદ ખાનના ફોર્મ પર ઊંઘ ઉડાડવાની જરૂર નથી.
રાશિદ ખાનનું ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સામાન્ય પ્રદર્શન રહ્યું હતું, તેણે ગુજરાત ટાઇટન્સ માટે 9 વિકેટ લીધી હતી અને તેનો ઇકોનોમી રેટ 9.34 અને સરેરાશ 57.11 હતી, તેણે મેજર લીગ ક્રિકેટમાં MI ન્યૂ યોર્ક માટે રમવાનો ઇનકાર કર્યો હતો. તેણે આ નિર્ણય તેના અગાઉના ફોર્મને ધ્યાનમાં રાખીને લીધો છે અને હાલમાં તે સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.
ક્રિકબઝ અનુસાર, ACB પસંદગી સમિતિના સભ્ય મીર મુબારિઝે કહ્યું કે રાશિદ ખાન અફઘાનિસ્તાનનો સુપરસ્ટાર ખેલાડી છે. તે હંમેશા ટીમ માટે રમ્યો છે. ફોર્મમાં હોય કે આઉટ ઓફ ફોર્મ, તે રમતનો એક ભાગ છે, પરંતુ તે સારી રીતે જાણે છે કે કેવી રીતે મજબૂત વાપસી કરવી અને મોટી ટુર્નામેન્ટમાં ટીમ અને દેશ માટે સારું પ્રદર્શન કેવી રીતે કરવું.
અફઘાનિસ્તાનની પ્રથમ મેચ ક્યારે છે?
અફઘાનિસ્તાન 9 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં હોંગકોંગ સામે તેના એશિયા કપ અભિયાનની શરૂઆત કરશે, જ્યારે આગામી બે મેચ તેઓ 16 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ અને 18 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે રમશે.
ACB Names Preliminary Squad for Preparation Camp in UAE
— Afghanistan Cricket Board (@ACBofficials) August 4, 2025
Afghanistan Cricket Board's National Selection Committee has finalized a 22-member preliminary squad that will feature in a two-week training and preparation camp ahead of their upcoming Tri-Nation Series and the ACC Men's… pic.twitter.com/kkZEML1Zqs
અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ
રહેમાનુલ્લા ગુરબાઝ (wk), સેદીકુલ્લાહ અટલ, વફીઉલ્લા તરખિલ, ઈબ્રાહિમ ઝદરાન, દરવીશ રસુલી, મોહમ્મદ ઈશાક, રશીદ ખાન (c), મોહમ્મદ નબી, નાંગ્યાલ ખરોતી, શરાફુદ્દીન અશરફ, કરીમ જનાત, અઝમતુલ્લા ઉમરઝાઈ, ગુલબદ્દીન નાયબ, મજીબ ઝદરાન, એએમ ગઝનફર, નૂર અહમદ, ફઝલ હક ફારૂકી, નવીન ઉલ હક, ફરીદ મલિક, સલીમ સફી, અબ્દુલ્લા અહમદઝાઈ, બશીર અહમદ.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
