Aaj Ka Match Kon Jeeta : ટ્રેવિસ હેડ-દિનેશ કાર્તિકની શાનદાર બેટિંગ, આરબીસીની વધુ એક હાર
સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલા આરબીસીના વધુ મુકાબલામાં ટીમને વધુ એક હારનો સામનો કરવો પડ્યો છે. પહાડ જેવડા મોટા સ્કોરનો સામનો કરવા ઉતરેલી આરબીસી 25 રને મેચ હારી ગઈ.
આરસીબી અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેના આ મુકાબલામાં બેટ્સમેન હાવી રહ્યા. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 3 વિકેટે 287 રન ખડકીને રેકોર્ડ બનાવી દીધો.

ટોસ જીતીને RCBએ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને તે ખોટો સાબિત થયો. હૈદરાબાદના બેટ્સમેનોએ ફાયદો ઉઠાવ્યો. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે આક્રમક અંદાજમાં બેટિંગ કરીને પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી કરી. આ પછી અભિષેક 22 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો.
આ પછી પણ ટ્રેવિસનું બેટ શાંત ન રહ્યું અને હેડે 20 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. આ પછી તે વધુ આક્રમક બન્યો અને 39 બોલમાં સદી પૂરી કરી.
આઈપીએલના ઈતિહાસમાં આ ચોથી સૌથી ઝડપી સદી છે. હેડ 9 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 102 રન બનાવીને આઉટ થયો.
હેડ પછી હેનરિક ક્લાસેનનું તોફાન જોવા મળ્યું હતું. ક્લાસને માત્ર 31 બોલમાં 67 રનની શાનદાર ઇનિંગ રમી. તેના બેટમાંથી 7 છગ્ગા અને 2 ચોગ્ગા જોવા મળ્યા. અંતે માર્કરામ અને અબ્દુલ સમદે માહોલ બનાવ્યો.
માર્કરામે 17 બોલમાં અણનમ 32 રન બનાવ્યા. બીજી તરફ અબ્દુલ સમદે તોફાન મચાવતા 10 બોલ રમીને 37 રનની અણનમ ઇનિંગ રમી. આ દરમિયાન તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા. આ રીતે હૈદરાબાદે 3 વિકેટે 287 રન બનાવીને IPLનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો.
આ સીઝનની શરૂઆતમાં હૈદરાબાદે 277 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો પરંતુ આજે તેણે પોતાનો જ તે રેકોર્ડ તોડી નાખ્યો.
જવાબી ઇનિંગ્સમાં રમતા વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે RCB માટે સારી શરૂઆત કરી. બંનેએ આક્રમક બેટિંગ કરી અને પ્રથમ વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી. કોહલી 20 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો, તેણે 6 ફોર અને 2 સિક્સર ફટકારી.
આ પછી ફાફ ડુ પ્લેસિસે 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. વિક જેક્સ 7 રન બનાવીને રનઆઉટ થયો હતો.
આ પછી રજત પાટીદાર 9 રન બનાવીને આઉટ થયો. તેના પછી ડુ પ્લેસિસ 28 બોલમાં 62 રન બનાવીને આઉટ થયો. સૌરવ ચૌહાણ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો. કેટલાક સારા શોટ બાદ મહિપાલ લોમરોડ પણ 19ના સ્કોર પર આઉટ થયો.
અહીં ફરી એક વખત દિનેશ કાર્તિકના બેટથી ઘમાલ જોવા મળી. તેને 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી પરંતુ મેચ ન જીતાડી શક્યો. તેણે પોતાની તોફાની બેટિંગથી ટીમને જીતની નજીક પહોંચાડવામાં મદદ કરી પરંતુ 35 બોલમાં 7 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 83 રન બનાવીને 19મી ઓવરમાં આઉટ થઈ ગયો.
આ પછી અનુજ રાવત 25 રન બનાવીને અણનમ પરત ફર્યો પરંતુ RCB 7 વિકેટે 262 રન જ બનાવી શકી અને 25 રને મેચ હારી ગઈ.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત







Click it and Unblock the Notifications
