લાઈવ મેચ દરમિયાન ખેલાડીનું હાર્ટ એટેકથી મોત, ભારતીય ક્રિકેટમાં શોકનો માહોલ
ક્રિકેટના મેદાન પરથી દુખદ સમાચાર સામે આવ્યા છે. કર્ણાટકના ક્રિકેટરનું મેદાન પર જ અવસાન થયુ છે. આ ઘટનાથી ક્રિકેટ ફેન્સમાં શોકનો માહોલ છે.
અહેવાલો અનુસાર, મેદાન પર જીતની ઉજવણી વખતે કે હોયસલાને હાર્ટ એટેક આવ્યો. કર્ણાટક અને તમિલનાડુના ખેલાડીઓ બેંગલુરુના RSI ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચાલી રહેલી એજીસ સાઉથ ઝોન ટૂર્નામેન્ટમાં એકબીજા સામે મેચ રમી રહ્યા હતા. કર્ણાટકની ટીમ પણ આ મેચ જીતવામાં સફળ રહી.

કર્ણાટકની જીત બાદ ટીમ સાથે જશ્ન મનાવતા કે હોયસલાને છાતીમાં તીવ્ર દુખાવો થવા લાગ્યો અને તે મેદાન પર બેભાન થઈને પડી ગયો. ત્યાં હાજર ખેલાડીઓએ તરત જ એમ્બ્યુલન્સ બોલાવી અને તેને બેંગલુરુની બોરિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. દુખની વાત એ છે કે હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું.
22મી ફેબ્રુઆરીએ આ ઘટના સામે આવી ત્યારથી જ ક્રિકેટ જગતમાં શોકની લહેર છે. મિડલ ઓર્ડર બેટિંગ ઉપરાંત કે હોયસાલા બોલિંગ પણ કરતો હતો. તેણે અંડર-25માં કર્ણાટક ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સિવાય તે કર્ણાટક પ્રીમિયર લીગમાં પણ પોતાના બોલ અને બેટથી જોરદાર પ્રદર્શન કરવામાં સફળ રહ્યો હતો.
અટલ બિહારી મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડૉ. મનોજ કુમારે આ બાબતે જણાવ્યું કે, કે હોયસાલાને મૃત લાવવામાં આવ્યા. આ સ્થિતિમાં અમે પોસ્ટમોર્ટમ પૂર્ણ કર્યું છે. હવે રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પરંતુ હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું હોવાની સંભાવના પ્રબળ છે.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી










Click it and Unblock the Notifications
