264 રન નહીં પણ કોઈ નહીં તોડી શકે રોહિત શર્માનો આ રેકોર્ડ, સપના સમાન છે રેકોર્ડ
Rohit Sharma Record: રોહિત ગુરુનાથ શર્મા... ભારતના આ મહાન બેટ્સમેન અને કેપ્ટનના નામે એક એવો વર્લ્ડ રેકોર્ડ છે, જેને દુનિયાનો ભાગ્યે જ કોઈ બેટ્સમેન આગામી 100 વર્ષ સુધી તોડી શકે તેમ નથી.
ભારતીય ક્રિકેટ ટીમ પાસે હિટમેન રોહિત શર્માના રૂપમાં સૌથી મોટું હથિયાર છે. 37 વર્ષીય રોહિત શર્મા વર્તમાન ICC ODI રેન્કિંગમાં વિશ્વના બીજા નંબરનો બેટ્સમેન છે.
30 એપ્રિલ, 1987ના રોજ જન્મેલા રોહિત શર્માની ગણના વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. રોહિત શર્માની બોલને ફટકારવાની ક્ષમતા જોઈને તેને હિટમેન નામ આપવામાં આવ્યું છે.
રોહિત શર્માનો આ વર્લ્ડ રેકોર્ડ 100 વર્ષ સુધી તોડવો અશક્ય! - એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (વન ડે ક્રિકેટ)માં ત્રણ બેવડી સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ રોહિત શર્માના નામે છે.
રોહિત શર્માને વિશ્વના શ્રેષ્ઠ ODI બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે. રોહિત શર્માએ ODI ક્રિકેટમાં 3 બેવડી સદી ફટકારી છે, અને તે આવું કરનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. રોહિત શર્માનો 100 વર્ષનો આ વર્લ્ડ રેકોર્ડ તોડવો લગભગ અશક્ય લાગે છે.

રોહિત શર્મા પહેલા વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતો હતો, પરંતુ તેને ઓપનિંગમાં તક મળતાની સાથે જ તેણે અજાયબીઓ કરી નાખી અને ધમાકેદાર રન બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયા સામે 209 રન (બેંગ્લોર) - રોહિત શર્માની વનડે ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી 2013માં ઓસ્ટ્રેલિયા સામે આવી હતી. રોહિત શર્માએ 2 નવેમ્બર 2013ના રોજ બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 158 બોલમાં 209 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
નોંધનીય બાબત છે કે, રોહિત શર્માએ આ ઇનિંગમાં 12 ફોર અને 16 સિક્સર ફટકારી હતી. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં 57 રને જીત મેળવી હતી.
શ્રીલંકા (કોલકાતા) સામે 264 રન - 13 નવેમ્બર 2014 ના રોજ, કોલકાતામાં શ્રીલંકા સામે રમાયેલી ODI મેચમાં, રોહિત શર્માએ 264 રનની ઇનિંગ રમીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો, જેને આજ સુધી કોઈ બેટ્સમેન તોડી શક્યો નથી.
રોહિત શર્માની ODI ક્રિકેટમાં આ બીજી બેવડી સદી હતી અને તે આવું કરનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન બન્યો હતો. રોહિતે 264 રન બનાવીને શ્રીલંકાના બોલિંગ ઓર્ડરનો વોશ કર્યો હતો.
રોહિત શર્માએ ઈડન ગાર્ડન્સ ખાતે 264 રનની ઈનિંગમાં 173 બોલનો સામનો કર્યો અને 33 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. રોહિતે 264 માંથી માત્ર ચોગ્ગા અને છગ્ગાની મદદથી 186 રન બનાવ્યા હતા. રોહિતની ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ આ મેચ 153 રનથી જીતી લીધી હતી.
શ્રીલંકા (મોહાલી) સામે 208 રન અણનમ - 13 ડિસેમ્બર 2017 ના રોજ, શ્રીલંકા સામેની મોહાલી ODI મેચમાં, રોહિત શર્માએ તેની ODI કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારીને 208 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 13 ફોર અને 12 સિક્સ પણ ફટકારી હતી.
રોહિત શર્માએ પોતાના પ્રથમ 100 રન પૂરા કરવા માટે 115 બોલ રમ્યા હતા. તેણે આગળના 100 રન માત્ર 36 બોલમાં પૂરા કર્યા હતા. કેપ્ટન તરીકે ODIમાં આ બીજો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર હતો.
કેપ્ટન તરીકે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર ભારતના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગના નામે છે. સેહવાગે 11 ડિસેમ્બર 2011ના રોજ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 219 રનની ઈનિંગ રમી હતી.
રોહિત શર્માનો વનડે રેકોર્ડ - રોહિત શર્માએ ભારત માટે અત્યાર સુધીમાં 265 ODI મેચોમાં 49.16ની એવરેજથી 10866 રન બનાવ્યા છે, જેમાં 3 બેવડી સદી, 31 સદી અને 57 અડધી સદી સામેલ છે.
આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 264 રન હતો. રોહિત શર્માનો આ સ્કોર ODI ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ છે. રોહિત શર્માના નામે ODIમાં 9 વિકેટ છે અને તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 27 રનમાં 2 વિકેટ રહ્યું છે.
નોંધનીય બાબત છે કે, રોહિત શર્માએ 23 જૂન 2007ના રોજ ભારત માટે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે આયર્લેન્ડ સામે વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
