ક્રિકેટમાં જિહાદઃ જુઓ વીડિયો, પાક ક્રિકેટરે દિલશાનને કહ્યું તો ‘આગ’ લાગશે!
ઇસ્લામાબાદ, 4 સપ્ટેમ્બરઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક વિવાદ બહાર આવ્યો છે. ક્રિકેટમાં જન્નતના નામે જિહાદ કરવામાં આવી રહી હોવાનો ચોંકવાનારો ખુલાસો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચ દરમિયાન થયો છે. પાકિસ્તાની બેટ્સમેન અહમદ શહજાદ પર શ્રીલંકાના બેટ્સમેન તિલકરત્ને દિલશાન પર ધાર્મિક ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો છે. પાક ક્રિકેટ બોર્ડે આ બનાવની તપાસ શરૂ કરી દીધી છે. ઘટના ગત શનિવારની છે, જોકે શ્રીલંકન ક્રિકેટ બોર્ડ તરફથી આ અંગે કોઇ ફરિયાદ કરવામાં આવી નથી.
દામ્બુલા વનડે મેચ દરમિયાન બન્ને ટીમોના ખેલાડી ડ્રેસિંગ રૂમ તરફ જઇ રહ્યાં હતા, ત્યારે શહજાદએ દિલશાનને કહ્યું, ‘જો તુ મુસલમાન નથી અને મુસલમાન બની જાય છે તો, તમે જીવનમાં ગમે તે કર્યું હોય, તને જન્નત નસીબ થશે.' આ વાત કેમેરામાં રેકોર્ડ થઇ ગઇ. દિલશાનનું નિવેદન સ્પષ્ટ પણે સંભળાયું નથી, પરંતુ શહજાદે વધુમાં કહ્યું, ‘તો પછી આગ માટે તૈયાર થઇ જાઓ.' આ આખી ઘટનાનો વીડિયો જોવા માટે નીચે તસવીરો પર ક્લિક કરો.

પાક ક્રિકેટ બોર્ડે શરૂ કરી તપાસ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા બનાવની તપાસ શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગ રૂપે બુધવારે શહજાદને બોર્ડના મુખ્યાલયે બોલાવવામાં આવ્યો હતો અને તેના દ્વારા કરવામાં આવેલી ટીપ્પણી અંગે પૂછવામાં આવ્યું છે. પીસીબી મીડિયા મેનેજર આગા અકબરે જણાવ્યું છેકે, શહજાદએ જણાવ્યું કે દિલશાન સાથે તેની અંગત વાતો હતી, તેનાથી વિશેષ કંઇ જ નહોતું.

દિલશાન પહેલા મુસ્લિમ હતો
દિલશાનના પિતા મુસ્લિમ હતા અને તેમની માતા બોદ્ધ ધર્મમાં માનતા હતા, દિલશાનનું પહેલા નામ તુવાન મોહમ્મદ દિલશાન હતું, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવતા તેણે 1999માં પોતાનું નામ તિલકરત્ને દિલશાન રાખ્યું હતું.

શુ કહે છે દિલશાનના કોચ
દિલશાનના બાળપણના કોચ રંજન પરાનવિતાનાએ કહ્યું કે, જ્યારે તેમને મુસ્લિમ નામ આપવામાં આવ્યું હતું, ત્યારે પણ તે પોતાના ભાઇઓ અને બહેનોની જેમ પોતાની માતાના ધર્મને જ પાળતા હતા.

કોણ છે અહમદ શહજાદ
અહમદ શહજાદ પાકિસ્તાનનો યુવા ક્રિકેટર છે. ટોપ ઓર્ડર પર બેટિંગ કરવામાં આવે છે ને ઓપનિંગ કરે છે. તે પોતાની વિસ્ફટોક બેટિંગ માટે જાણીતો છે. તેને પાકિસ્તાનના ભવિષ્ય તરીકે જોવામાં આવે છે. 23 વર્ષના શહજાદનો જન્મ લાહોરમાં થયો છે, તેણે અન્ડર 19 વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
દિલશાન-શહજાદના વિવાદનો વીડિયો
દિલશાનને શહજાદે શું કહ્યું તે અહીં આપેલા વીડિયોમાં રેકોર્ડ થઇ ગયું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
