ધોની ટેસ્ટ ક્રિકેટનો સૌથી ખરાબ રેકોર્ડ રચવાની નજીક
નવી દિલ્હી, 11 ઑગસ્ટઃ લોર્ડ્સ ખાતે રમાયેલી ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટના બાદ કરતા ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન ઘણું જ નિરાશાજનક રહ્યું છે. ટ્રેન્ટ બ્રિજ ખાતેની મેચ ડ્રોમાં પરિણમી હતી તો, સાઉથમ્પટન અને માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડની ટીમ સામે જાણે કે ટીમ ઇન્ડિયા નતમસ્તક થઇ ગઇ હોય તેવી નાલેશીભરી હાર વ્હોરી હતી.
ભારતને ટી-20 વિશ્વકપ, 2011નો વનડે વિશ્વકપ અપાવનાર સૌથી સફળ ભારતીય સુકાનીઓમાં સામેલ મહેન્દ્ર સિંહ ધોની પણ વિદેશી ધરતી પર પોતાનો કોઇ ચાર્મ દર્શાવી શક્યો નથી. આ શ્રેણીની ચારમાંથી બે મેચમાં પરાજય મળ્યા બાદ ધોની સુકાની તરીકે એક એવો ખરાબ રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહ્યો છે, જે રેકોર્ડ બનાવવાની કલ્પના પણ કોઇ સુકાની કે ટીમનો ખેલાડી સ્વપ્નમાં પણ નહીં કરતો હોય. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ધોની કયો ખરાબ રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહ્યો છે.
આ પણ વાંચોઃ-બોર્ડર પર જવાનોને મળ્યો ‘કાશ્મીરી' સુરેશ રૈના
આ પણ વાંચોઃઃ-આરામ કરવા ત્રણ દિવસમાં ટેસ્ટ હારી માહીની ટીમ!

બ્રાયન લારાનો 16 ટેસ્ટ હારવાનો રેકોર્ડ
મહેન્દ્ર સિંહ ધોનીએ માન્ચેસ્ટર ટેસ્ટમાં પરાજય મેળવ્યા બાદ પોતાના ખાતામાં સુકાની તરીકે 13મો ટેસ્ટ પરાજય ઉમેરી દીધો છે. જો તે વધુ ત્રણ ટેસ્ટમાં પણ પરાજીત થાય તો તે ન્યુઝીલેન્ડના પૂર્વ સુકાની ફ્લેમિંગ અને વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ સુકાની બ્રાયન લારાના 16 ટેસ્ટમાં પરાજયના રેકોર્ડની બરાબરી કરી લેશે. આ ઉપરાંત ધોની પરાજયના મામલે ત્રણ ભારતીય સુકાનીઓને પાછળ છોડી દીધા છે.

ધોનીની વિદેશમાં 11મી હાર
વિદેશી ધરતી પર પરાજયની વાત કરવામાં આવે તો સૌરવ ગાંગુલી, મન્સુર અલી ખાન પટૌડી અને મોહમ્મદ અઝહરુદ્દિન હારવાનો ખરાબ રેકોર્ડ ધરાવતા હતા, તેમણે વિદેશી ધરતી પર 10 ટેસ્ટમાં પરાજયનો સ્વાદ ચાખ્યો હતો, જોકે ધોનીએ આ ત્રણેય સુકાનીઓને પાછળ છોડીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ધોનીએ અત્યારસુધીમાં સુકાની તરીકે વિદેશી ધરતી પર 11 મેચોમાં પરાજય મેળવ્યો છે.

ગાંગુલીએ 11 ટેસ્ટમાં વિજય મેળવ્યો છે
અન્ય એક રેકોર્ડની વાત કરવામાં આવે તો વિદેશી ધરતી પર સૌથી સફળ સુકાની તરીકે સૌરવ ગાંગુલીનું નામ આગળ આવે છે, સૌરવ ગાંગુલીએ ઇંગ્લેન્ડ(2002) અને ઓસ્ટ્રેલિયા(2003-04) શ્રેણી સહિત 11 ટેસ્ટમાં વિદેશી ધરતી પર વિજય મેળવ્યો છે. આ ઉપરાંત સૌરવ ગાંગુલીના નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ, ઝિમ્બાવ્વે અને શ્રીલંકામાં પણ ટેસ્ટ જીતી હતી.

ધોની છ ટેસ્ટ જીત્યો છે
ધોનીની વાત કરવામાં આવે તો સૌરવ ગાંગુલીની સરખામણીએ ધોની 27 ટેસ્ટ મેચોમાં માત્ર છ ટેસ્ટમાં જ વિદેશી ધરતી પર વિજય મેળવી શક્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
