ટીમના બોસ કોણ? છેડાયો વિવાદ, ધોની-bcci આમને-સામને
ટીમ ઇન્ડિયાના ‘બોસ' કોણ, રવિ શાસ્ત્રી કે ડંકન ફ્લેચર? તેને લઇને આજે વિવાદ જાગ્ય છે તથા ભારતી ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને બીસીસીઆઇ આમને સામને આવી ગયા છે, જેની પાછળનું કારણ ધોની દ્વારા ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની પહેલી મેચ પૂર્વે આપેલા પોતાના નિવેદન છે. ધોનીએ ફ્લેચરને ટીમ ઇન્ડિયાનો બોસ ગણાવ્યા છે, જેના જવાબમાં બીસીસીઆઇએ કહ્યું છેકે એ ધોનીનું અંગત નિવેદન છે.
એક તરફ ધોની ફેલ્ચરને બોસ ગણાવી રહ્યો છે તો બીજી તરફ બીસીસીઆઇ એ વાતને ધોનીની અંગત વાત કહે છે, ત્યારે ક્રિકેટ ચાહકોને એ પ્રશ્ન મુંઝવી રહ્યો છેકે ખરા અર્થમાં ટીમના બોસ કોણ છે? ધોનીના મતે કોચ ડંકન ફ્લેચર કે પછી બીસીસીઆઇએ નિયુક્ત કરેલા ટીમના ડિરેક્ટર રવિ શાસ્ત્રી. ધોનીએ શું કહ્યું હતું અને બીસીસીઆઇએ વળતા જવાબમાં શું કહ્યું તે વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.
આ પણ વાંચોઃ- આઉટઓફ ફોર્મ કોહલી ‘ફોર્મ'માં, વોર્મ અપમાં ભારતનો વિજય
આ પણ વાંચોઃ- ઘરની નહીં આઇપીએલની ટીમો માટે રમશે વિદેશી ક્રિકેટર્સ

ધોનીએ શું કહ્યું હતું
ધોનીએ કોચ સંદર્ભે કહ્યું કે, 2015ના વિશ્વકપ સુધી ફ્લેચર અમારા કોચ છે. આ ઉપરાંત તેઓ આજે પણ અમારા બોસ છે. અમારી સાથે રવિ શાસ્ત્રી છે, જે દરેક બાબતો પર ધ્યાન આપશે પરંતુ ફ્લેચર બોસ છે. રવિ શાસ્ત્રીની નિયુક્તિથી ફ્લેચરના અધિકાર અથવા પદને ઓછું કરી દેવામાં આવ્યું નથી. ટીમમાં આજે પણ પહેલાની જેમ જ કામ થઇ રહ્યું છે.

બીસીસીઆઇનો વળતો જવાબ
ધોનીએ ફ્લેચરને બોસ તરીકે ગણાવ્યા બાદ અને 2015ના વિશ્વકપ સુધી તેઓ કોચ હશે તેવું નિવેદન આપ્યા બાદ બીસીસીઆઇએ ધોનીને વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છેકે, ધોનીએ જે પ્રકારનું નિવેદન કર્યું છે તે તેમનું અંગત નિવેદન છે. બીસીસીઆઇએ કહ્યું છેકે ધોની એ નક્કી કરી શકે નહીં કે કોણ કોચ હશે એ નક્કી કરવાનું કામ બીસીસીઆઇનું છે. અમે વધુમાં ઉમેરીએ છીએ કે વિશ્વકપ દરમિયાન ટીમનું નેતૃત્વ કોણ કરશે અને કોણ કોચિંગ કરશે તે બીસીસીઆઇની પસંદગી સમિતિ નક્કી કરશે.

ટેસ્ટ શ્રેણીમાં કારમો પરાજય
અત્રે ઉલ્લેખનીય છેકે, ઇંગ્લેન્ડ સામે રમાયેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી દરમિયાન ભારતે લોર્ડ્સ ખાતે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ટીમનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું હતું અને ભારત કે જે એક સમયે 1-0થી આગળ હતું તેને 3-1થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

રવિ શાસ્ત્રીની ડિરેક્ટર પદે નિયુક્તિ
ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડ સામે 3-1થી પરાજય મળ્યા બાદ ટીમ ઇન્ડિયાના પ્રદર્શનની આકરી ટીકા કરવામાં આવી રહી હતી, ખાસ કરીને ધોની અને કોચ ફ્લેચરની અનેક દિગ્ગજોએ ટીકા કરી હતી, જેને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇએ ટીમના ડિરેક્ટર પદે રવિ શાસ્ત્રીની નિયુક્તિ કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
