ટીમ ઇન્ડિયાના 'ચેમ્પિયન્સ' પર BCCI ફીદા, આપશે 1-1 કરોડ
મુંબઇ, 24 જૂનઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(બીસીસીઆઇએ) રવિવારે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ટીમના પ્રત્યેક સભ્યને એક-એક કરોડ રૂપિયા આપવાની તથા પ્રત્યેક સહયોગી સ્ટાફને 30 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. એજબેસ્ટન ક્રિકેટ મેદાન પર ઇંગ્લેન્ડને પાંચ રનથી હરાવીને ભારતે આ ટ્રોફી પોતાના નામે કરી હતી. ભારત તરફથી ઓલરાઉન્ડર પ્રદર્શન કરનાર રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, ઉત્તરાખંડના પીડિતોની પડખે નહીં આવવા બદલ બીસીસીઆઇ ચર્ચાનો વિષય બની ગયું છે.
બીસીસીઆઇ સચિવ સંજય પટેલ દ્વારા સોમવારે જારી કરવામાં આવેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, બીસીસીઆઇ ટીમની આ સફળતાંથી ઘણું જ ખુશ છે. નોંધનીય છે કે, રવિવારે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ પર વરસાદે વિઘ્ન ઉત્પન્ન કર્યું હતું, જેના કારણે આ મેચ 50 ઓવરના બદલે 20-20 ઓવરની રમાઇ હતી. જેમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 130 રનનું લક્ષ્ય ઇંગ્લેન્ડને આપ્યું હતું, પરંતુ મેજબાન ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 124 રન જ બનાવી શક્યું હતું.

પ્રત્યેક ખેલાડીને એક-એક કરોડ
ભારતીય ટીમના પ્રત્યેક સભ્યને એક-એક કરોડ રૂપિયા આપવાની બીસીસીઆઇ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

સહયોગી સભ્યોને 30 લાખ
પ્રત્યેક સહયોગી સ્ટાફને 30 લાખ રૂપિયા આપવાની જાહેરાત બીસીસીઆઇએ કરી છે.

શિખર ધવને એવોર્ડ ઉત્તરાખંડ પીડિતોને કર્યો સમર્પિત
શિખર ધવને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વાધિક રન કરવા બદલ આપવામા આવેલા ગોલ્ડન બેટને ઉત્તરાખંડ પીડિતોને સમર્પિત કર્યું હતું.

શિખર ધવનને ગોલ્ડન બેટ
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વાધિક 363 રન કરવા બદલ શિખર ધવનને ગોલ્ડન બેટ આપવામાં આવ્યું હતું.

જાડેજાને ગોલ્ડન બોલ
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વાધિક વિકેટ મેળવવા બદલ રવિન્દ્ર જાડેજાને ગોલ્ડન બોલ આપવામાં આવ્યો હતો.

ભારત બીજી વખત જીત્યું ચેમ્પિન્યસ ટ્રોફી
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ભારતે બીજી વાર જીતી છે. આ રીતે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાના ઓસ્ટ્રેલિયાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ભારેત પહેલી વાર 2002માં ગાંગુલીના નેતૃત્વ હેઠળ શ્રીલંકા સાથે સંયુક્તમાં આ ટ્રોફી જીતી હતી અને હવે 2013માં ધોનીને નેતૃત્વ હેઠળ આ ટ્રોફી જીતી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
