દબંગ ગર્લ બબીતા ફોગટે પોતાના લગ્નમાં સાતને બદલે આઠ ફેરા કેમ લીધા?
દબંગ ગર્લ બબીતા ફોગટે પોતાના લગ્નમાં સાતને બદલે આઠ ફેરા કેમ લીધા?
નવી દિલ્હીઃ દબંગ ગર્લના નામથી મશહૂર મહિલા પહેલવાન બબીતા ફોગટે રવિવારે વિવેક સુહાગ સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન કેટલાય કારણોસર ચર્ચાનો વિષય બન્યાં છે. લગ્ન સમારોહમાં વિવેક સુહાગ જાનમાં માત્ર 21 લોકોને લઈને આવ્યો હતો. જ્યારે બબીતા પણ માત્ર પોતાના પરિવારને લઈ ફેરા ફરવા પહોંચી હતી. આ દરિયાન સૌથી વધુ ચર્ચાની વાત રહી બબીતાએ સાતને બદલે આઠ ફેરા કેમ લીધા.
જણાવી દઈએ કે બબીતા ફોગાટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. દેશને કોમનવેલ્થ ગેમ્સમાં કુશ્તીનો પહેલો મેડલ અપાવનાર મહિલા ગીતા હતી. ગીતા અને બબીતાના જીવન પર દંગલ નામની ફિલ્મ પણ આવી હતી.

વડી બહેને પણ આઠ ફેરા લીધા હતા
બબીતાએ આઠમો ફેરો બેટી બચાઓ, બેટી પઢાઓ સહિત દહેજ કુપ્રથા વિરુદ્ધ લીધો છે. માત્ર બબીતા જ નહિ બલકે તેમની મોટી બહેન ગીતા ફોગાટે પણ પોતાના લગ્નમાં આઠ ફેરા લીધા હતા. ગીતાએ 8મો ફેરો બેટી બચાઓ બેટી પઢાઓનો નારો આપતાં લીધો હતો.

વૃક્ષારોપણ કરી વિદાય
લગ્નની બધી જ વિધિ પૂરી કર્યા બાદ બબીતા અને વિવેકે મળી વૃક્ષારોપણ કર્યું અને તેમાં પાણી પણ પાયું. જેના પર બબીતાએ કહ્યું કે પહેલવાન બનવા માટે સ્વચ્છ વાતાવરણ પણ હોવું જોઈએ. માટે અખાડા પાસે વૃક્ષો હશે તો વાતાવરણ પણ સારું રહેશે.

કોણ છે વિવેક સુહાગ?
વીવેક સુહાગ સાથે બબીતાના લગ્ન થયાં છે. વિવેકની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પરથી માલૂમ પડે છે કે તે ભારત કેસરી વિજેતા છે. તેમને 2018માં ભારત કેસરી પુરસ્કાર મળ્યો હતો. વિવેક ઝજ્જર જિલ્લાના માતનહેલ ગામનો રહેવાસી છે, તેનો પરિવાર નજફગઢમાં રહે છે. બબીતાના પિતા દ્રૌણાચાર્ય પરસ્કાર વિજેતા મહાબીર પહેલવાન અને કાકા સજ્જન બલાલીએ બંનેની સગાઈ કરાવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
