Asian Games 2023 : ભારતીય હોકી ટીમે ઉઝબેકિસ્તાનને હરાવીને જીત સાથે શરૂઆત કરી
રવિવારનો દિવસ એશિયન ગેમ્સમાં ભારત માટે શાનદાર રહ્યો છે. આજે ભારતે કુલ 5 મેડલ જીત્યા છે અને ભારતીય હોકી ટીમે ઉઝબેકિસ્તાન સામે જીત સાથે શાનદાર શરૂઆત કરી છે.
ભારતીય પુરુષ હોકી ટીમે જીત સાથે એશિયન ગેમ્સ 2023 અભિયાનની શરૂઆત કરી છે. કેપ્ટન હરમનપ્રીત સિંહની ગેરહાજરી છતાં ટીમ એટેકિંગ મોડમાં જોવા મળી અને ઉઝબેકિસ્તાન સામે 16-0થી મોટી જીત મેળવીને શાનદાર શરૂઆત કરી.

ભારત માટે લલિત અને વરુણે પ્રથમ ક્વાર્ટરમાં ગોલ કરીને 2-0ની લીડ અપાવી. ત્યારબાદ અભિષેક અને મનદીપે સ્કોરને 4-0 સુધી પહોંચાડ્યો. આ પછી લલિતે ફરી ગોલ કર્યો અને બીજા ક્વાર્ટરમાં ભારતને સરસાઈ અપાવી દીધી. ત્યારબાદ સુખજીત અને મનદીપના સંયુક્ત પ્રયાસોથી ભારતે 6-0ની સરસાઈ મળી. મનદીપે તેની હેટ્રિક પૂરી કરી અને હાફ ટાઈમમાં સ્કોર 7-0 સુધી પહોંચાડી દીધો.
ત્રીજા ક્વાર્ટરમાં વરુણે પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં બદલ્યો અને સ્કોરને 8-0 કરી દીધો. ત્યારબાદ સુખજીત અને રોહિદાસે વધુ ગોલ કરીને સ્કોર 10-0 કર્યો અને ભારત બે અંકમાં પ્રવેશ્યું. સુખજીતે ત્રીજા ક્વાર્ટરમાં તેનો બેસેસ પૂર્ણ કર્યો અને શમશેરે પણ તેનો પ્રથમ ગોલ કર્યો.
ભારતે 12-0ની વિશાળ લીડ સાથે ત્રીજો ક્વાર્ટરને સમાપ્ત કર્યુ. ત્યારબાદ વરુણે છેલ્લા ક્વાર્ટરમાં તેનો ત્રીજો અને ચોથો ગોલ કર્યો અને ભારતે 14-0ની લીડ મેળવી. લલિતે પોતાનો ચોથો ગોલ કરીને સ્કોર 15-0 કરી દીધો હતો. લલિતના ચોથા પછી સંજયે મેચનો પહેલો ગોલ કર્યો હતો.
ભારત 2024 પેરિસ ઓલિમ્પિકમાં સીધા પ્રવેશ સાથે ઉતરશે. ભારતની આ ઈચ્છા ગોલ્ડ મેડલ સાથે પુરી થશે. જો ભારત ગોલ્ડ જીતશે તો ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટમાંથી પસાર નહીં થવું પડે. ભારત હાલમાં જાપાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, સિંગાપોર અને ઉઝબેકિસ્તાનની સાથે પૂલ Aમાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
