ભારત-નેધરલેન્ડ મેચ વચ્ચે યુવકે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યુ, વીડિયો વાયરલ!
ભારત અને નેધરલેન્ડ વચ્ચે સિડનીમાં રમાયેલી ધમાકેદાર મેચમાં ભારતે નેધરલેન્ડને હરાવ્યુ હતું. આ મેચ વચ્ચે સ્ટેડિયમમાં એક રોમેન્ટિક ઘટના ઘટી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ભારત અને નેધરલેન્ડ વચ્ચે સિડનીમાં રમાયેલી ધમાકેદાર મેચમાં ભારતે નેધરલેન્ડને હરાવ્યુ હતું. આ મેચ વચ્ચે સ્ટેડિયમમાં એક રોમેન્ટિક ઘટના ઘટી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લાઈવ મેચ વચ્ચે પ્રપોઝ કર્યુ
ઘટના કંઈક એવી છે કે, મેચ વચ્ચે સિડની એક યુવકે તેની ગર્લફ્રેન્ડને રિંગ સાથે પ્રપોઝ કર્યુ હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે અચાનક પ્રપોઝ થતા યુવતી શરૂઆતમાં હેરાન થઈ ગઈ હતી, જો કે તરત જ તેને હાથ આગળ કરીને પ્રપોઝલનો સ્વીકાર કર્યો હતો.
આઈસીસીએ વીડિયો શેર કર્યો
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ ઘટના બીજી ઈનિગ્સ દરમિયાન બની હતી. નેધરલેન્ડની ટીમ 180 રનનો પીછો કરી રહી હતી અને પાવરપ્લેમાં 27 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. પાવરપ્લે બાદ હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો. આ ઓવરના પહેલા બોલ પછી કેમેરો પ્રેક્ષકો તરફ વળ્યો કે તરત જ ભારતીય ફેન્સે વિલંબ કર્યા વિના ખિસ્સામાંથી રિંગ કાઢી અને ગર્લફ્રેન્ડનો સામે બેસીને પ્રપોઝ કર્યુ. ICCએ પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ભારતે મેચ જીતી હતી
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવની અડધી સદીના કારણે બે વિકેટના નુકસાન પર 179 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની આખી ટીમ નિર્ધારિત ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી. ભારતે આ મેચ 56 રને જીતી લીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
