ભારતે રચ્યો ઈતિહાસ, ઓસીને 4-0થી કર્યું ક્લિન સ્વિપ

ત્રીજા દિવસે ભારત 272 રન પર સમેટાઇ ગયું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયા પોતાના બીજા દાવની શરૂઆત કરી હતી જોકે ઇન્ડિયાએ તેને માત્ર 164 રનમાં જ પેવેલિયન ભેગું કરી દીધું અને 155 રનના મળેલા નજીવા લક્ષ્યને પાર કરી ભારતે ત્રીજા દિવસે જ ઓસ્ટ્રેલિયાના સૂપડા સાફ કરી દીધા હતા.
આ પહેલા ત્રીજા દિવસની રમતમાં ભારત પોતાના પ્રથમ દાવમાં 272 રનના સ્કોર પર સમેટાઇ ગયું હતું. ત્યારબાદ કાંગારુ ટીમે પોતાવી બીજી પારી ખેલવાની શરૂઆત કરી હતી. જોકે બીજા દાવમાં પણ ભારતીય બોલરોએ ઓસીના બેટ્સમેનોની ખરાબ હાલત કરી દીધી હતી. કાંગારૂ ટીમની એક પછી એક વિકેટ પેવેલિયનભેગી કરતા ભારતીય બોલરોએ ઓસીની 55 રનમાં 5 વિકેટ ઝડપી લીધી હતી.
ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 5 અને આર અશ્વિન અને પ્રજ્ઞાન ઓઝાએ 2-2 વિકેટ ઝડપી હતી. ઇશાંત શર્માએ એક વિકેટ લીધી હતી. સૌથી પહેલા મેક્સવેલ 8 રને જાડેજાની ઓવરમાં બોલ્ડ થઇ ગયો હતો. ત્યારબાદ છઠ્ઠી ઓવરમાં વૌર્નર પણ માત્ર 8 રનમાં જાડેજાના હાથે એલબીડબલ્યુ આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ હ્યુજ 6, વોટ્સન 5, અને કોવનની 24 રન બનાવી પેવેલિયનભેગા થઇ ગયા છે.
ઓસ્ટ્રેલિયા તરફથી એક પછી એક વિકેટ પેવેલિયનભેગી થવાનો સિલસિલો ચાલુ રહેતા કાંગારુ ટીમ પોતાના બીજા દાવમાં માત્ર 164 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્યારબાદ ભારત પોતાની બીજી પારી ખેલવા માટે મેદાને ઉતરી હતી જેમાં તેમણે 4 વિકેટના નુકસાને 158 રન ફટકારી 6 વિકેટે શ્રેણીની ચોની અને છેલ્લી ટેસ્ટ મેચ પર વિજય મેળવ્યો હતો. આ સાથે ભારત ઓસ્ટ્રેલિયાને ક્લિન સ્વિપ કરવામાં સફળ રહ્યું હતું.
બીજો દિવસ:
બીજા દિવસની વાત કરીએ તો રમતની શરૂઆતે જ ઓસ્ટ્રેલિયાને નવમો ઝટકો સિડ્ડલના રૂપમાં પડ્યો હતો. અશ્વિને સિડ્ડલની વિકેટ લીધી હતી. સિડ્ડલ 51 રનના વ્યક્તિગત સ્કોર પર અશ્વિનની ઓવરમાં બોલ્ડ થયો હતો. જ્યારે 10મી વિકેટ પેટિન્સન 30 રનના વ્યક્તિગત સ્કોરે ઓઝાની ઓવરમાં કોહલીના હાથે કેચ આઉટ થયો હતો.
કોટલા ખાતે બોલર્સે પોતાનું કામ કર્યા બાદ બેટ્સમેનોએ પણ પોતાની જવાબદારી નિભાવી હોય તેમ ભારતે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગના 262 રનનો પીછો કરતા આઠ વિકેટ ગુમાવીને 266 રન બનાવી લીધા છે અને ભારતે ઓસ્ટ્રેલિયા પર ચાર રનની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી પૂજારાએ 52, વિજયે 57 અને જાડેજાએ 43 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી લિયોને પાંચ વિકેટ લીધી હતી અને પેટિન્સન, મેક્સવેલ, સિડલે એક-એક વિકેટ મેળવી છે.
ભારતની ઓપનિંગ જોડી મુરલી વિજય અને ચેતેશ્વર પૂજારાએ ભારતને સારી અને મજબૂત શરૂઆત અપાવી હતી. જો કે, પૂજારા 52 રના વ્યક્તિગત સ્કોર પર લ્યોનની ઓવરમાં બોલ્ડ થઇ ગયો હતો. જ્યારે બીજી વિકેટ વિરાટ કોહલીના રૂપમાં પડી હતી. વિરાટ કોહલી માત્ર એક રન બનાવી લ્યોનની ઓવરમાં એલબી આઉટ થયો હતો. રહાણે સાત, તેંડુલકર 32 રન, ધોની 24 રન, જાડેજા 43 રન, અશ્વિને 12 રન બનાવ્યા હતા.
કોટલા ખાતે રમાઇ રહેલી શ્રેણીની ચોથી ટેસ્ટમાં ભારતીય સ્પિનર્સ સામે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ વામણા પુરવાર સાબિત થયા છે. બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ 262 રનમાં પૂર્ણ થઇ હતી. પહેલી ઇનિંગમાં ભારત તરફથી અશ્વિને 5, જાડેજા-ઇશાંતે 2-2 અને ઓઝાએ 1 વિકેટ લીધી છે. ઓસ્ટ્રેલિયા તરફથી સિડ્ડલે 51 જ્યારે હ્યુઝ અને સ્મિથે અનુક્રમે 45 અને 46 રન ફટકાર્યા હતા.
પ્રથમ દિવસ:
ઓસ્ટ્રેલિયાએ ફિરોજશાહ કોટલા મેદાન પર શુક્રવારે ભારતની સાથે શરૂ થયેલી ચોથી ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ઇશાંત શર્માએ શરૂઆતમાં જ કાંગારૂ ટીમની બે વિકેટ ઝડપી લઇ તેમને જોરદાર ઝટકો આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસના અંત સુધી 8 વિકેટના નુકસાન પર 231 રન બનાવી લીધા છે. ડેવિડ વોર્નર શૂન્ય રન પર વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે ફીલીપ હ્યુજ 45 રન પર આઉટ થઇ ગયો હતો.
જોકે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પહેલા દિવસની રમતમાં કોઇ ખાસ પ્રદર્શન કરી શક્યા ન્હોતા. કાંગારુ તરફથી એકપછી એક 7 વિકેટ પડી ગઇ છે. હ્યુજ બાદ કોવેન 38, વોટસન 17, મેથ્યુ વાડે 2, મેક્સવેલ 10, જ્હોનસન માત્ર 3 રન બનાવી પેવેલિયનભેગા થઇ ગયા હતા. દિવસના અંત સુધી ઓસ્ટ્રેલિયાએ પોતાની 8 વિકેટ ગુમાવી દીધી. જોકે ભારતે હળવાશથી લેતા ઓસ્ટ્રેલિયાએ સારો એવો સ્કોર ખડો કરી દીધો હતો.
ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ટેસ્ટના પ્રથમ દિવસના અંત સુધી 8 વિકેટના નુકસાન પર 231 રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયાએ 8મી વિકેટ સ્ટીવન સ્મિથની ગુમાવી, જે અશ્વિનની ઓવરમાં રેહાણેના હાથે 46 રન પર આઉટ થયો હતો. ભારત તરફથી અશ્વિને શાનદાર 4 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા અને ઇશાંત શર્માએ 2-2 વિકેટ ઝડપી હતી.
કપ્તાન માઇકલ ક્લાર્ક ઇજાગ્રસ્ત છે. જેના કારણે શેન વોટ્સન આ મેચમાં મહેમાન ભૂમિકાની કમાન સંભાળી રહ્યા છે. વોટસન ઓસ્ટ્રેલિયાના 44માં ટેસ્ટ કપ્તાન છે. વોટ્સનને ટીમમાંથી બાકાત રખાયા બાદ મોહાલી ટેસ્ટમાં રમી શક્યા ન્હોતા. ક્લાર્ક પોતાની કારકિર્દીમાં પહેલીવાર ઇજાના કારણે ટેસ્ટ ટીમમાંથી બહાર થયા છે.
અજિંક્ય રહાણે આ મેચ દ્વારા પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે. તે શિખર ધવનનું સ્થાન લેશે, જે ઇજાના કારણે બહાર છે. રહાણે અને મુરલી વિજય પારીની શરૂઆત કરશે.
ભારતીય ટીમ ચાર મેચોની આ ટેસ્ટ શ્રેણીને 3-0થી પોતાના નામે કરી લીધી છે. કોટલા ટેસ્ટમાં કાંગારુ ટીમ વ્હાઇટ વોશથી બચવાના સંપૂર્ણ પ્રયત્નો કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
