એસિડિટીથી પરેશાન હોવ તો બનાવો લીલા વટાણા અને મેથીનો પુલાવ
[રેસિપી] એસિડિટીની સમસ્યા આડુ-અવળું ગમે તે ખાવાની આદતથી થાય છે. ક્યારેક સાદા ભાત પણ ખાવાથી પણ આપને એસિડિટી થઇ શકે છે. પરંતુ તેનો એ અર્થ નથી કે આપ ભાત જ ખાવાનું બંધ કરી દો.
અમે આપના માટે લઇને આવ્યા છીએ અવનવી વાનગીઓની રેસિપી જેને ફોલો કરીને આપ આપના પરિવારને આ વાનગીઓ ટેસ્ટ કરાવી શકો છો. આજના લેખમાં આપને ફાઇબરથી ભરેલ બ્રાઉન રાઇસના ટેસ્ટી પુલાવ રેસિપી બનાવવાનું શીખવીશું, જે આપને એસિડીટી કરશે નહીં.
આ મટર અને મેથીનો પુલાવ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી હોય છે. તેને બનાવવામાં ખૂબ જ સમય નથી લાગતો. અમે તેમાં મેથીના સાગનો પણ પ્રયોગ કરીશું. જેના દ્વારા તે વધારે પૌષ્ટિક બની જશે.
આવો જાણીએ કે મટર એટલે કે લીલા વટાણા અને મેથીનો પુલાવ કેવી રીતે બનાવવામાં આવે છે.

કેટલા- 2 લોકો માટે
તૈયારીમાં સમય- 10 મિનિટ
પકવવામાં સમય- 15 મિનિટ
- સામગ્રી- 1/2 કપ લીલા વટાણા(બાફેલા)
- 2 કપ મેથીના પાંદડા (કાપેલી)
- 2 ચમચી તેલ
- 2 કપ બ્રાઉન રાઇસ (પલાડીને પકવેલ)
- 1 અને 1/2 ચમચી આદુ, લસણ અને મરચાની પેસ્ટ
- મીઠુ- સ્વાદ અનુસાર
બનાવવાની રીત:
- એક પહોળા મો વાળા નોન સ્ટિક પેનમાં થોડુ તેલ નાખો અને તેમાં કપાયેલ ડુંગળીને ધીમી આંચ પર 2 મિનિટ સુધી વઘારો.
- ત્યારબાદ તેમાં આદુ-લસણ-મર્ચાની પેસ્ટ નાખીને ચલાવો.
- પછી બાફેલા લીલા વટાણાના દાણા નાખીને મધ્યમ આંચ પર 1 મિનિટ સુધી પકવો.
- ત્યારબાદ તેમાં મેથીની ઝીણી કપાયેલ પત્તીઓ અને 2 ચમચી પાણી નાખીને મધ્યમ આંચ પર 2 મિનિટ સુધી પકવો.
- આખરે બ્રાઉન રાઇસ અને મીઠાને મિક્સ કરો અને 1 અથવા 2 મિનિટ સુધી તેને પકવો.
- આની સાથે આપનો પુલાવ તૈયાર થઇ ગયો છે, અને તેને ગરમ-ગરમ આપના પરિવારને સર્વ કરો અને આનંદ માણો...
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
