Falafel Recipe : જાણો ફલાફલ બનાવાની રીત, ઘરે જ બનાવો નવીન ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો
Falafel Recipe: રેસ્ટોરન્ટમાં ઘણી વખત ફાલફલ ખાવાનો આનંદ તમે માણ્યો હશે. ઘણી વખત સાંજના નાસ્તામાં કંઈક નવું ખાવાની ઈચ્છા થાય છે, આવી સ્થિતિમાં તમે ઘરે ચણામાંથી બનાવેલી ફલાફલ બનાવી શકો છો. ફલાફલ બનાવવાની રીત અનુસાર, તેની તૈયારી 1 રાત પહેલા કરવાની હોય છે.
ઘરે બનાવેલી ફલાફલ ખાધા બાદ તમને બહારનો સ્વાદ ગમશે નહીં. ચણા પ્રોટીનનો સારો સ્ત્રોત છે. ઘણીવાર તમે ફલાફલ ઘરે બનાવવાનું વિચાર્યું હશે. તો આ અહેવાલમાં આપણે ફલાફલ બનાવવાની રીત વિશે જાણીશું. જે ખૂબ જ સરળ છે.

ફલાફલ બનાવવા માટેની સામગ્રી - ફલાફલ બનાવવા માટે તમારે 1 કપ ચણાની જરૂર પડશે, જેને ઓછામાં ઓછા 6 થી 8 કલાક અથવા આખી રાત પાણીમાં પલાળીને રાખવામાં આવે. આ સિવાય પાર્સેલ (સુંગધી પાનવાળી એક વિલાયતી વનસ્પતિ)ની જરૂર પડશે, જો તે ન હોય તો તમે લીલા ધાણા પણ લઈ શકો છો, તેમજ તલ 2 ચમચી, લીંબુનો રસ 2 ચમચી, 2 લીલા મરચાં, 1 બારીક સમારેલી ડુંગળી, 3થી 4 લસણની કળી, 3 થી 4, 1 ચમચી જીરા પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને તળવા માટે તેલ.
ફાલફલ બનાવવાની રીત - ફલાફલ બનાવવા માટે સૌપ્રથમ પલાળેલા ચણાને સારી રીતે ધોઈ લો અને બ્લેન્ડરમાં નાંખો. હવે તેમાં સુંગધી પાનવાળી એક વિલાયતી વનસ્પતિ(પાર્સેલ) અથવા ધાણા, તલ, ડુંગળી, ધાણાજીરું, લસણ, જીરું, લીલું મરચું, લીંબુનો રસ ઉમેરીને મિક્સર ચલાવીને જાડી બરછટ પેસ્ટ બનાવો. આ પેસ્ટને એક મોટા બાઉલમાં કાઢી લો અને તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. હવે ગેસ પર એક મોટી તપેલી મૂકો અને તેમાં તળવા માટે તેલ મૂકો, ગેસની આંચને મધ્યમ રાખો.
બીજી તરફ પેસ્ટમાંથી નાના ગોળાકાર બોલ બનાવો. જ્યારે કડાઈનું તેલ ગરમ થઈ જાય, ત્યારે તેમાં બોલ્સ નાખી મધ્યમ તાપ પર ગોલ્ડન થાય, ત્યાં સુધી પકાવો. ફલાફલ 4 થી 5 મિનિટમાં તૈયાર થઈ જશે. ફલાફલને પ્લેટમાં કાઢીને તેને લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
