SCV બજારનો કાયાકલ્પ કરવા ટાટા મોટર્સ કમર્શિયલ વૅહિકલ્સ રજૂ કરે છે ACE Pro
મળો નવી નક્કોર Tata ACE Proને- ભારતની સૌથી પોસાય તેવી ફોર-વ્હીલર મિનિ ટ્રક, પેટ્રોલ, બાય-ફ્યુએલ અને ઈલેક્ટ્રિક અવતારમાં. તમે શરૂઆત કરી રહ્યા હો કે બિઝનેસનો વ્યાપ વધારી રહ્યા હો, આ નાની ટ્રક શક્યતાઓનો મોટો ભંડાર પોતાની સાથે લાવે છે.

શહેરી લૉજિસ્ટિક્સના ઝડપથી વિકસતાં વિશ્વમાં આકાર, ઝડપ અને ટકાઉપણું જ સર્વસ્વ છે. ઈ-કૉમર્સમાં તેજી આવી રહી છે અને લાસ્ટ-માઈલ ડિલિવરી આધુનિક કૉમર્સના દિલની ધડકન બની ગઈ છે ત્યારે બિઝનેસને એવા વાહનોની જરૂર પડે છે, જે ચપળ, કાર્યક્ષમ અને ભવિષ્ય માટે તૈયાર હોય. Tata ACE Proનું સ્વાગત છે- આગામી પેઢીના સ્મૉલ કમર્શિયલ વૅહિકલ (એસસીવી), જે કામગીરીમાં જબરદસ્ત હોવાની સાથે ઓછામાં ઓછી કાર્બન ફૂટપ્રિન્ટ છોડતા હોય. કૉમ્પૅક્ટ હોવાની સાથે શક્તિશાળી, ACE Pro ટાટા મોટર્સ કમર્શિયલ વૅહિકલ્સની નવી દમદાર ભેટ છે, જે ભારતમાં લાસ્ટ-માઈલ મૉબિલિટીના ક્ષેત્રને નવો આકાર આપવા માટે તૈયાર છે.
તમે પ્રસ્થાપિત ફ્લીટ ઑપરેટર હો કે પછી પહેલી વારના ઉદ્યોગ સાહસિક, ACE Pro લાઈનઅપ પેટ્રોલ, બાય-ફ્યુએલ (સીએનજી + પેટ્રોલ), તથા ઈલેક્ટ્રિક આવૃત્તિઓમાં ઉપલબ્ધ છે - જે આજના લૉજિસ્ટિક ક્ષેત્રની વિકસી રહેલી જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવવામાં આવી છે.
એક વારસાની નવેસરથી કલ્પના
ટાટા મોટર્સ કમર્શિયલ વૅહિકલ્સે જ્યારે બે દાયકા અગાઉ ઑરિજિનલ ACE રજૂ કર્યું હતું ત્યારે, તેમણે નાના ટ્રકની એક નવી શ્રેણીનું સર્જન કર્યું હતું, જેણે 25 લાખથી વધુ ઉદ્યોગ સાહસિકોનું સશક્તીકરણ કર્યું હતું. ACE Pro સાથે આ વારસો વધુ પ્રબળ બને છે. માત્ર ₹3.99 લાખની આરંભિક કિંમત સાથે Tata ACE Pro ભારતની સૌથી પોસાય એવી ફોર-વ્હીલર મિનિ ટ્રક છે, જેનું સર્જન જ કામગીરી, નફો અને પ્રગતિ પૂરી પાડવા માટે કરાયું છે.
"નવા નક્કોર Tata ACE Pro સાથે, અમે અમારા વારસાના પાયા પર નવી પેઢીના સ્વપ્નદૃષ્ટાઓ માટે નવીનીકરણ પામેલા આશયનું સર્જન કરી રહ્યા છીએ," એમ ટાટા મોટર્સના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગિરીશ વાઘ જણાવે છે.
તમારા પાવરની પસંદગી કરોઃ પેટ્રોલ, બાય-ફ્યુએલ અથવા ઈલેક્ટ્રિક
બહુમુખી મૉડ્યુલર પ્લેટફૉર્મ પર નિર્મિત, ACE Pro ત્રણ કાર્યક્ષમ વૅરિઅન્ટમાં ઉપલબ્ધ છેઃ
- પેટ્રોલઃ સુદૃઢ 694ccનું ઍન્જિન જે 30bhp અને 55Nmનું ટૉર્ક આપે છે, અને સામાન્ય કાર્ગો ઉપયોગ માટે પાવર અને ફ્યુએલ બચત વચ્ચે સંતુલન સાધે છે.
- બાય-ફ્યુએલ (સીએનજી +પેટ્રોલ): ખર્ચ વિશે સજાગ ઑપરેટર્સ માટે ડિઝાઈન કરાયેલું આ વૅરિઅન્ટ આપે છે સીએનજી મૉડમાં 26bhp અને 51Nm ટૉર્ક ઑફર કરે છે, આ સાથે 5-લિટર પેટ્રોલ ટેન્ક રેન્જ અને લવચિકતા બંનેમાં વધારો કરે છે.
- ઈલેક્ટ્રિક (ઈવી): 38bhp, 104Nm ટૉર્ક અને એક ચાર્જ દીઠ 155 કિમીની રેન્જ સાથે ACE Pro EV શહેરી લૉજિસ્ટિક્સ માટે આદર્શ છે. તેમાં IP67- રેટેડ બૅટરી અને મોટર છે, જેનાથી હવામાનની કોઈપણ પરિસ્થિતિમાં ભરોસાપાત્ર કામગીરીની ખાતરી રહે છે.
પેલૉડ જે સખત કામ કરે છે
પોતાના વર્ગમાં શ્રેષ્ઠ એવા 750 કિગ્રાના પેલૉડ અને 6.5 ફૂટના (1.98 મી) લૉડ ડેક સાથે, ACE Pro નાના પાયાના લૉજિસ્ટિક્સને નક્કર ક્ષમતા આપે છે. તે ફૅક્ટરી-ફિટેડ ફ્લૅટબેડ અથવા હાફ-ડેક વિકલ્પ સાથે આવે છે અને તે કન્ટેનર, રીફર અને મ્યુનિસિપલ બૉડી ફિટમેન્ટ્સ સાથે સુસંગત છે, આ બાબત તેને ઈ-કૉમર્સથી લઈ ને કોલ્ડ-ચેઈન સપ્લાય બધા માટે પરફૅક્ટ ફિટ બનાવે છે.
મહત્તમ આરામ માટે ડ્રાઈવ-ફર્સ્ટ ડિઝાઈન
શહેરની ગલીઓમાં અથવા ઊબડખાબડ ભૂ-પ્રદેશમાં પર લાંબી શિફ્ટ્સ દરમિયાન આરામની જરૂર પડે છે- અને ACE Pro આમાં મોકળાશભરી, અર્ગનોમિક કેબિન, ભરપૂર સ્ટોરેજ અને AIS096 મુજબની ક્રૅશ-ટેસ્ટેડ ડિઝાઈન તે આ આપે છે. ડ્રાઈવર્સને નીચે આપેલી વિશિષ્ટતાઓને કારણે લાભ થાય છેઃ
• ડિજિટલ ઈન્સ્ટ્ર્યુમેન્ટ ક્લસ્ટર
• વૈકલ્પિક ઈન્ફોટેઈન્મેન્ટ સીસ્ટમ
• થાક-મુક્ત ડ્રાઈવિંગ માટે કમ્ફર્ટેબલ સીટિંગ
આ માત્ર વિશિષ્ટતાઓ નથી; આ તો તાણ ઘટાડવા માટે, સુરક્ષા વધારવા માટે તથા ઉત્પાકતા વધારવા માટેના સાધનો છે
ટેક્નૉલૉજી જે બિઝનેસને આગળ વધારે છે
ACE Pro ટાટા મોટર્સને ફ્લીટ ઍજ પ્લેટફૉર્મનો આધાર છે - ભારતભરમાં 8 લાખથી વધુ કનેક્ટેડ વૅહિકલ્સ ધરાવે છે. તે શક્ય બનાવે છેઃ
• વાહનના સ્વાસ્થ્યનું રીયલ-ટાઈમ મોનિટરિંગ
• ડ્રાઈવરની વર્તણૂંકનું ટ્રેકિંગ
• પ્રીડિક્ટિવ મેઈન્ટેનન્સ અલર્ટ્સ
• નેવિગેશન મદદ જેમ કે ગીયર શિફ્ટ એડવાઈઝર અને રિવર્સ પાર્કિંગ આસિસ્ટન્સ
ફ્લીટ માલિકો તથા ટ્રાન્સપોર્ટર્સ માટે, આનો અર્થ થાય છે વાહનનોનું વધારે દોડતા રહેવું, વધુ બહેતર ફ્યુએલ મેનેજમેન્ટ અને ઓછો ઑપરેટિંગ ખર્ચ.
રાષ્ટ્રવ્યાપી નેટવર્ક, અતૂટ માલિકી
2,500+ સર્વિસ તથા સ્પૅર્સ આઉટલેટ્સ તથા અંતરિયાળ વિસ્તારોમાં ફેલાયેલા સ્ટાર ગુરુ નેટવર્ક સાથે, ટાટા મોટર્સ અવિરત આધારની ખાતરી આપે છે. ઈવી-વિશિષ્ટ વર્કશોપ્સ અને 24x7 રોડસાઈડ મદદ બિઝનેસને કોઈપણ પ્રકારની અડચણ વિના ચાલતો રાખે છે.
આર્થિક મદદની જરૂર છે? ટાટાએ અગ્રણી બૅન્ક્સ તથા એનબીએફસી સાથે ભાગીદારી કરી છે, જેથી તમને આપી શકાયઃ
• ઝડપી લોન મંજૂરી
• લવચિક ઈએમઆઈ પ્લાન્સ
• તમારી જરૂરિયાત મુજબના ફન્ડિંગ વિકલ્પો
તમે તમારી પસંદગીનો ACE Pro વૅરિઅન્ટ ફ્લીટ વર્સ, ટાટા ડિજિટલ સેલ્સ પ્લેટફૉર્મના માધ્યમથી ઑનલાઈન ખરીદી શકો છો, અથવા રાષ્ટ્રવ્યાપી 1,250 કમર્શિયલ વૅહિકલ ડીલરશિપની મુલાકાત લઈ શકો છો.
આધુનિક ભારતની ધમાલ માટે બનેલું
ACE Pro શ્રેણી- ખાસ કરી ને ઈવી -ની રચના આજના ફૂલીફાલી રહેલા લાસ્ટ-માઈલ ડિલિવરી અર્થતંત્ર માટે કરવામાં આવી છે. કરિયાણું અને કુરિયરથી મોબાઈલ વૅન્ડિંગ અને કોલ્ડ-ચેઈન લૉજિસ્ટિક્સ સુધી, દરેક વૅરિઅન્ટ ભારતના ઉદ્યોગ સાહસિકોની અનોખી જરૂરિયાતો પહોંચી વળે છે.
"મલ્ટિ-ફ્યુએલ વિકલ્પો સાથે, આસાનીથી પોસાય એવા તથા સુધારિત ડ્રાઈવ ક્ષમતા સાથે, Tata ACE Pro ઉપયોગોના વૈવિધ્યસભર કિસ્સાઓમાં ચડિયાતું મૂલ્ય પૂરૂં પાડે છે, એમ ટાટા મોટર્સના SCVPUના વાઈસ પ્રેસિડન્ટ અને બિઝનેસ હૅડ પિનાકી હલદર ઉમેરે છે.
એક મંચ, અનેક સપનાં
તમે પોતાનો ડિલિવરી બિઝનેસ શરૂ કરવા ઇચ્છતા ગિગ વર્કર હો અથવા ફ્લીટનું મેનેજમેન્ટ કરતા વિકસી રહેલા સાહસ હો, Tata ACE Pro તમારો વિશ્વાસપાત્ર ભાગીદાર છે. દરેક ફ્યુએલ પસંદગી, સ્માર્ટ ટેક્નૉલૉજી તથા ઉદ્યોગ અગ્રણી આધાર માટે વિકલ્પો સાથે, આ માત્ર ટ્રક નથી, ઘણું બધું છે- તક માટેનું મંચ છે.
Tata ACE Pro: પેટ્રોલ. સીએનજી. ઈવી. એક દૃષ્ટિકોણ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
