ભારતીય બેબી સાનવીની હત્યામાં થયો ચોંકાવનારો ખુલાસો

આ ચોંકાવનારા કેસમાં બહાર આવેલા સત્ય અનુસાર આરોપીએ બાળકી સાનવી અને તેના દાદી સત્યવેથી વેન્નાની હત્યા 50,000 ડોલરની ખંડણીમાંગવાના ઇરાદે કરી હતી. પોલીસે જણાવ્યાનુસાર, રઘુનંદન ઉર્ફે રઘુએ આ ગુન્હો આચરતા પહેલા એક માસ્ટર પ્લાન બનાવ્યો હતો, પરંતુ તેણે મોકલેલી ખંડણી માંગવા માટેની ચીઠ્ઠીએ તેના આ કાવતરાનો ખુલાસો કર્યો હતો.
ખંડણી માંગવા માટે કરવામાં આવેલી ચીઠ્ઠીમાં બાળકીના માતા-પિતા વેંકાતા વેન્ના અને ચેન્ચાઉ લેથા પુનુરુ પાસે 50 હજાર ડોલરની માંગ કરવામાં આવી હતી અને તે આપવા માટે એસીએમઇ સ્ટોર કોમ્પલેક્ષમાં આપવા આવવા જણાવ્યું હતું.
તપાસમાં એ વાત બહાર આવી હતી કે પત્રમાં લતા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે ચેન્ચુ માટે વાપરવામાં આવતો હતો અને તે ચેન્ચુ માટે તેના નજીકના મીત્રો જ ઉપયોગમાં લેવામાં આવતો હતો. તેમજ પત્રમાં પહેલો શબ્દ શિવા હતો. આ શબ્દનો ઉપયોગ પણ વેંકાટા કોન્ડા સિવા પ્રસાદ વેન્ના માટે વાપરવામાં આવ્યો હતો અને તેમના માટે પણ આ શબ્દનો ઉપયોગ નજીકના મીત્રો દ્વારા જ કરવામાં આવતો હતો.
ત્યારબાદ પોલીસે ચેન્ચુ અને વેંકાટા પાસે એ તમામ લોકોના નામ માંગવામાં આવ્યા હતા જે તેમને આ નામથી બોલાવતા હતા. જેમાં રઘુનું નામ પણ બહાર આવ્યું હતું. રઘુનંદન ઉર્ફે રઘુએ જણાવ્યા પ્રમાણે તેણે સત્યવાથીની હત્યા સાનવીનું અપહરણ કરવા માટે કરી હતી.
રઘુએ પોલીસને જણાવ્યું કે, સાનવી રડવા લાગી હતી, તેથી તેણે સાનવીને ચાકુ મારી દીધું હતું. તેનો રડતો અવાજ બંધ કરવા તેણે ચાકુ મોઢામાં માર્યું હતુ અને પછી તેને તેણે ટુવાલમાં લપેટી બ્લ્યુ સૂટકેશમાં રાખી દીધી હતી ત્યારબાદ એ સૂટકેશને તેણે પુરુષોના સ્ટીમ બાથરૂમમાં રાખી દીધી હતી. બાદમાં તેણે એ સૂટકેશને સ્ચુઇલકિલ નદી પાસે છોડી દીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
