NRI News : અમેરિકામાં વિમાન દુર્ઘટનામાં ભારતીય મુળની મહિલાનું મોત, બે ઘાયલ
NRI News : અમેરિકાના ન્યુયોર્કમાં એક નાનું પ્લેન ક્રેશ થયું છે. આ અકસ્માતમાં ભારતીય મૂળની એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે તેની પુત્રી અને પાયલોટ પ્રશિક્ષક ગંભીર રીતે ઘાયલ થયા હતા.
NRI News : વર્તમાન સમયમાં પ્લેન ક્રેશની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે અમેરિકામાં એક નાના કદનું વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. જેમાં ભારતીય મુળની મહિલાનું મોત નિપજ્યું છે. આ સાથે તેની પુત્રી અને પાયલોટ ટ્રેઇનર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમને હાલ સારવાર હેઠળ છે. આ પ્લેનમાં 63 વર્ષીય રોમા અને તેમની 33 વર્ષીય પુત્રી રીવા સવાર હતા.

કોકપીટમાંથી નીકળી રહ્યો હતો ધુમાડો
પ્લેન લોંગ આઇલેન્ડના ઘરો નજીક ક્રેશ થયું હતું, જ્યારે તેના પાયલોટે કોકપિટમાંથી ધુમાડો નીકળી રહ્યો હોવાની જાણ કરી હતી. ચારસીટવાળું સિંગલ એન્જિન પાઇપર ચેરોકી પ્લેન આગની લપેટમાં આવી જતાં ક્રેશ થઇ ગયું હતું. આ લોંગ આઇલેન્ડના રિપબ્લિક એરપોર્ટપર પરત ફરી રહ્યું હતું, જ્યાંથી તેણે ઉડાન ભરી હતી.

બંને ઘાયલોની ચાલી રહી છે સારવાર
અહેવાલો અનુસાર, રીવા ગુપ્તા અને 23 વર્ષીય પાયલટ પ્રશિક્ષક અકસ્માતમાં ગંભીર રીતે દાઝી ગયા હતા અને બંને હોસ્પિટલમાં દાખલછે.
નોર્થ લિન્ડેનહર્સ્ટ ફાયર ચીફ કેની સ્ટેલોને જણાવ્યું હતું કે, બે દર્દીઓ ગંભીર રીતે ઘાયલ છે. મારી જાણકારી મુજબ, તેમને એક નાગરિકદ્વારા વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતમાં રોમા ગુપ્તાનું મોત થયું હતું.

ગુપ્તા પરિવારની મદદ માટે મળ્યા 60 હજાર ડોલર
રીવા સ્ટોની બ્રૂક હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે. તે થર્ડ ડિગ્રી બર્નનો શિકાર બની છે. રીવા માઉન્ટ સિનાઈ સિસ્ટમમાં ફિઝિશિયનઆસિસ્ટન્ટ છે. રીવાના સહાયકો કહે છે કે, તેણીને આગળ લાંબી અને પીડાદાયક રિકવરીમાંથી પસાર થવું પડશે.
આ દરમિયાન ગુપ્તાપરિવારને મદદ કરવા માટે એક GoFundMe બનાવવામાં આવ્યું છે, જેણે અત્યાર સુધીમાં 60,000 થી વધુ યુએસ ડોલર એકત્ર કર્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
