Lisa Nandy : કોણ છે બ્રિટનની નવી સરકારમાં મંત્રી બનેલી મુળ ભારતીય લિસા નંદી?
Lisa Nandy : બ્રિટનની સંસદિય ચૂંટણીમાં લોકોએ ઋષિ સુનકની પાર્ટીને જાકારો આપ્યો છે અને લેબર પાર્ટીની શાનદાર જીત થઈ છે. હવે કીર સ્ટારમર તેમના મંત્રીમંડળ સાથે બ્રિટનની જવાબદારી સંભાળશે.
જીત બાદ નવા પીએમ કીર સ્ટારમરની કેબિનેટની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમ ઈંગ્લેન્ડના વિગાન સંસદીય મતવિસ્તારમાંથી ફરી એકવાર ચૂંટણી જીતનાર ભારતીય મૂળની લિસા નંદીને સ્ટારમરની કેબિનેટમાં મહત્વની જવાબદારી મળી છે.

લિસાને સંસ્કૃતિ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લિસા લ્યુસી ફ્રેઝરનું સ્થાન લેશે, જે ઋષિ સુનકના નેતૃત્વમાં કન્ઝર્વેટિવ પાર્ટીની સરકારમાં સંસ્કૃતિ મંત્રાલયનો હવાલો સંભાળી રહ્યા હતા.
જણાવી દઈએ કે લિસા નંદી જાન્યુઆરી 2020માં સ્ટારમર સામે લેબર પાર્ટીના નેતૃત્વની રેસમાં છેલ્લા ત્રણ ઉમેદવારોમાંથી એક હતા અને ત્યારથી તેઓ તેમના શેડો કેબિનેટમાં કામ કરી રહ્યા છે.
9 ઓગસ્ટ 1979ના રોજ માન્ચેસ્ટરમાં જન્મેલી લિસા નંદીના પિતા દીપક નંદી કલકત્તામાં જન્મેલા શિક્ષણવિદ છે. જે બ્રિટનમાં જાતિ સંબંધો પરના તેમના કાર્ય માટે જાણીતા હતા. માતા લુઈસ નંદી લંડનની છે અને એક સામાજિક કાર્યકર છે. તેણીના નાના ફ્રેન્ક બાયર્સ લેબર પાર્ટીમાં સાંસદ રહી ચૂક્યા છે.
લિસા નંદી 2010 થી વિગનના સાંસદ છે. તેમણે શેડો એનર્જી સેક્રેટરી અને શેડો ફોરેન સેક્રેટરી જેવા વિવિધ હોદ્દા સંભાળ્યા છે. 2020 માં તેમણે લેબર પાર્ટીના નેતૃત્વ માટે ચૂંટણી લડી હતી, જે કીર સ્ટારમેરે જીતી હતી.
2024 માં લિસા નંદીને કીર સ્ટારમરની કેબિનેટમાં સંસ્કૃતિ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. લિસા લ્યુસી ફ્રેઝરનું સ્થાન લેશે, જેઓ ઋષિ સુનકના નેતૃત્વમાં કન્ઝર્વેટિવ પાર્ટીની સરકારમાં સંસ્કૃતિ મંત્રાલયનો હવાલો સંભાળી રહ્યા હતા.
આ પદ પર તે UK સાંસ્કૃતિક નીતિઓ અને કાર્યક્રમોના શાસન અને વિકાસ માટે જવાબદાર રહેશે. લિસા નંદી એક પ્રભાવશાળી અને અનુભવી રાજકારણી છે અને તેમની નિમણૂકથી યુકેની સાંસ્કૃતિક નીતિઓમાં નવો પરિપ્રેક્ષ્ય અને ઉર્જા લાવવાની અપેક્ષા રાખી શકાય છે.












Click it and Unblock the Notifications
