અમેરિકામાં નડિયાદના એન્જિનિયર યુવક પર લૂંટના ઈરાદે ગોળીબાર
Firing on Gujarati: અમેરિકામાં રહેતા ગુજરાતી યુવાનો પર હુમલાની ઘટનાઓ અટકવાનુ નામ નથી લઈ રહી. અમેરિકામાં સ્થાયી થયેલા નડિયાદના યુવાન પર અજાણ્યા લોકોએ લૂંટના ઈરાદે હુમલો કરી દીધો હતો.
નડિયાદમાં રહેતા શૈલૈષ મેનગરના એન્જિયર પુત્ર ઉજાસ અમેરિકાના નૉર્થ કોરોલીના સ્ટેટ ગ્રીનબોરો સિટીમાંલ સ્થાયી થયેલ છે. ગુરુવારે રાતે અજાણ્યા શખ્સે ઉજાસ પર ફાયરીંગ કરીને પેટમાં 3 ગોળી મારી દીધી હતી.

ઉજાસ ગુરુવારે રાતે નોકરી પરથી કારમાં પાછો આવી રહ્યો હતો. તે સમયે કોઈ અજાણ્યો વ્યક્તિ તેનો પીછો કરી રહ્યો હતો. ઉજાસ કાર પાર્ક કરીને બહાર આવ્યો એટલે તરત જ એ અજાણ્યા વ્યક્તિએ પૈસાની માંગણી કરી. બંને વચ્ચે ઝપાઝપી થઈ. ત્યારે અજાણ્યા શખ્સે રિવોલ્વોરથી ફાયરિંગ કરીને ઉજાસના પેટમાં 3 ગોળીઓ મારી દીધી.
ઉજાસને ગંભીર ઈજાની સ્થિતિમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ઑપરેશન કરીને તેના પેટમાં બે ગોળી કાઢી લેવામાં આવી હતી. ત્રીજી ગોળી હજુ પણ તેના પેટમાં છે અને તે નીકળવાની સંભાવના ઓછી હોવાનુ જાણવા મળ્યુ છે.
ઉજાસ વૉલ્વો ટ્રક કંપનીમાં પ્રોડક્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. તેની સાથે બનેલી આ ઘટનાથી પરિવારનો સભ્યોમાં શોક છવાઈ ગયો છે. અમેરિકન પોલીસ લૂંટારુઓને શોધી રહી છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ એક ભારતીય છાત્ર અને તેલંગાણાના મૂળ નિવાસી વરુણ રાજ પૂચાને ઈન્ડિયાનાની એક જિમમાં માથામાં ચાકુ મારી દેવામાં આવ્યુ હતુ. હાલમાં તે એક હૉસ્પિટલમાં આઈસીયુમાં છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ કરી રહી છે.
વરુણ રાજ પુચા કમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી છે. તેના પર હુમલો ત્યારે થયો જ્યારે તે રવિવારે સવારે એક જિમમાં ગયો હતો. ત્યાં હાજર જૉર્ડન એંડ્રેડે તેના પર ચાકૂથી હુમલો કર્યો હતો. હાલમાં તે જીવન-મરણ વચ્ચે જંગ લડી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
