CANADA અભ્યાસ કરવા જવા વિદ્યાર્થીઓ માટે દુ:ખ સમાચાર, સરકારે આ મહત્વની યોજના કરી બંધ
visa application process:કેનેડા અને ભારત વચ્ચે તણાવ દિવસને દિવસે સબંધ વણસી રહ્યા છે, ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે કેનેડાની સરકારે શુક્રવારે તેની સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ સ્કીમ બંધ કરી દીધી છે, આ સ્કીમ અંતર્ગત ફાસ્ટ-ટ્રેક સ્ટડી પરમિટ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, આ સ્કીમને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઝડપથી વિઝા મેળવવામાં મદદ મળી છે. જો કે, કેનેડા સરકારની વેબસાઈટ પરથી જાણવા મળે છે કે,આ આ યોજના બંધ થઈ ગઈ છે અને અરજી કરવાની અંતિમ તારીખ 8 નવેમ્બર છે.
ડિપાર્ટમેન્ટ ઑફ ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડાએ 2018માં સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ પ્લાન લૉન્ચ કરી હતી, જેથી ભારત અને ચીન સહિત 14 દેશોના વિદ્યાર્થીઓ માટે વિઝા અરજી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરી શકાય.
આઠ અઠવાડિયા બાદ મળે છે વિઝા
આ યોજના માટે જે વિદ્યાર્થીઓ આવરી લેવામાં આવતા હોય તેવિદ્યાર્થીઓ માત્ર થોડા અઠવાડિયામાં જ અભ્યાસ પરમિટ મેળવી શકે છે. જ્યારે કેનેડા સરકારની વિઝા પ્રક્રિયા હેઠળ ભારતના અરજદારો માટે લગભગ આઠ અઠવાડિયા સુધીનો સમય વધી જાય છે. કેનેડા સરકારનો આ નિર્ણય તેવા સમયે આવ્યો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વધતી જતી સંખ્યા શૈક્ષણિક સંસ્થાઓમાં પૂરતા પ્રમાણમાં સમર્થન અને એકીકૃત કરવાની ક્ષમતા પર તાણ લાવી રહી છે.

કેનેડામાં વધી રહેલી રહેલી ઈમિગન્ટ વિરોધી ભાવના વચ્ચે પણ આ નિર્ણય લેવામાં આવ્યા છે, બીજી તરફ કેનેડાની આવાસ અન નોકરીની અછત જેવા આર્થિક સંક્ટોને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.
છેલ્લા એક વર્ષમાં લેવાયા મહત્વના નિર્ણય
છેલ્લા એક વર્ષમાં કેનેડાની સરકારે ખાસ કરીને ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પરમિટની અરજીઓ પર બે વર્ષની મર્યાદા કરવામાં આવી હતી. જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે ભાષા, શૈક્ષણિક માપદંડો, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના જીવનસાથીઓ માટે મર્યાદિત વર્કપરમિટ, નાણાકીય પુરાવાની જરૂરિયાત સહિતના નિયમોનો સમાવેશ થાય છે.
ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં કરવાનો હતો ઘટાડો
વધુમાં કેનેડાની સરકારે ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે, કેનેડામાં પ્રવેશતા ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આવતા વર્ષે નવા સ્થાયી રહેવાસીઓની સંખ્યામાં લગભગ 20% ઘટાડો થવાની ધારણા હતી, જ્યારે અસ્થાયી વિદેશી કામદારોને કેનેડા આવવાની મંજૂરી આપવામાં આવશે.
કેનેડાની વસ્તીમાં ઘટાડો
સરકારે જણાવ્યું હતું કે, ઈમિગ્રેશનમાં કરવામાં આવી રહેલા ઘટનાના કારણે કેનેડાની વસ્તીમાં 0.2% ઘટાડો થશે અને "હાઉસિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક સેવાઓ પરના દબાણને દૂર કરશે."
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
