Attack on indian in us : અમેરિકામાં ભારતીયો પર વધુ એક હુમલો, ગુજરાતી પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા
Attack on indian in us : અમેરિકામાં ભારતીયો પર હુમલાની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વર્જિનિયાના એકોમેક કાઉન્ટીમાં આવેલા એક સ્ટોરમાં ગોળીબારની ઘટના બની છે.
આ ઘટનામાં મહેસાણાના કનોડા ગામના વતની પટેલ પરિવારના બે સભ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. બન્નેના ઘટનાસ્થળે જ મોત થયા છે.

આ હુમલામાં 56 વર્ષીય પ્રદિપકુમાર રતિલાલ પટેલ અને તેમની 24 વર્ષીય પુત્રી ઉર્વિ પ્રદિપકુમાર પટેલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
સ્થાનિક પોલીસ મુજબ, એક અશ્વેત શખ્સે સ્ટોરમાં પ્રવેશ કરી ગોળીબાર કર્યો હતો. હુમલાના તરત બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.
હાલમાં પોલીસ દ્વારા હત્યાના કારણોની તપાસ ચાલી રહી છે, પણ હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ભારતીયો પર હુમલાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, જે ભારતીય સમુદાય માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.
વિદેશમાં વસતા ભારતીયોને આવા હુમલાઓથી બચવા માટે સ્થાનિક સાવચેતી અને સુરક્ષાના પગલાં લેવા જરૂરી બની રહ્યું છે. આ ઘટના પછી ભારતીય સમુદાયમાં ભારે દુઃખ અને રોષ જોવા મળી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
