અમેરિકામાં રહેતા 12 લાખ ભારતીયોને ગ્રીન કાર્ડ મેળવવા માટે 195 વર્ષ સુધી જોવી પડશે રાહ
American Green Card: અમેરિકામાં રહેતા 12 લાખ ભારતીયોને ગ્રીન કાર્ડ મેળવવા માટે વર્ષો સુધી રાહ જોવી પડશે. જેમાં ડૉક્ટરો, એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો સહિત ભારતના હજારો-લાખો હાઈ સ્કીલ પ્રોફેશનલો સામેલ છે.
ફૉર્બ્સના રિપોર્ટ મુજબ યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ(યુએસસીઆઈએસ)ના આંકડાઓ પરથી આ માહિતી સામે આવી છે.

નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પૉલિસી (એનએફએપી)એ 2 નવેમ્બર, 2023 સુધીના યુએસસીઆઇએસ ડેટાનું વિશ્લેષણ કર્યુ તો તેમને જાણવા મળ્યું છે કે 12,59,443 ભારતીયો એવા છે જે ગ્રીન કાર્ડ મળવાની રાહ જોઇ રહ્યાં છે, તેમના ગ્રીન કાર્ડ બેકલોગમાં છે.
ફૉર્બ્સ રિપોર્ટ મુજબ 2030 સુધીમાં આ સંખ્યા વધીને 22 લાખ થઈ જશે એટલે કે 22 લાખ લોકો ગ્રીન કાર્ડ મેળવવાની રાહ જોતા હશે. જેને પૂર્ણ થવામાં 195 વર્ષનો સમય લાગી શકે છે. ભારતીયોની પહેલી પ્રાથમિકતા ઈબી-1 કેટેગરીમાં છે. આ કેટેગરીમાં પ્રોફેસર, રિસર્ચર્સ, મેનેજર જેવી પોસ્ટ પર કામ કરતા લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. આ કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ મેળવવા માટે 1,43,497 ભારતીયો રાહ જોઇ રહ્યાં છે.
ત્યારબાદ ઈબી-2 કેટેગરી આવે છે. જેમાં સાયન્સ, આર્ટસ અને બિઝનેસ જેવા ફિલ્ડ સાથે જોડાયેલા લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. જેમાં 8,38,784 ભારતીયો લાઇનમાં છે. ત્રીજી કેટેગરી ઈબી-3 છે જેમાં એવા પ્રોફેશનલ્સને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે જેમની પાસે બેચલર ડિગ્રી હોય છે. આ કેટેગરીમાં 1,38,581 ભારતીય છે.
ભારતીયો માટે વેઈટિંગ પીરિયડ ચીન સહિતના દેશોની સરખામણીમાં ઘણો વધારે છે કારણકે દરેક દેશનો કવોટા નિશ્ચિત હોય છે. અમેરિકા દર વર્ષે 1.40 લાખ નાગરિકોને ગ્રીન કાર્ડ આપે છે. અમેરિકાના કાયદા મુજબ દરેક દેશનો સાત ટકા કવોટા નક્કી કરવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
