Year Ender 2023 : કોણ છે પાકિસ્તાનમાં સૌથી વધુ સર્ચ કરાયેલી હરીમ શાહ? MMS લિક થયા બાદ ચર્ચામાં આવી હતી
2023 માં પાકિસ્તાનમાં એક મહિલાની ખુબ ચર્ચા રહી છે. આ મહિલા બીજુ કોઈ નહીં પરંતુ ઈન્ફ્લૂએન્સર હરીમ શાહ છે. એમએમએસ લીક થયા બાદ તે સૌથી વધુ સર્ચ કરાયેલી વ્યક્તિ બની છે.
વર્ષ 2023માં પાકિસ્તાનના લોકોએ હરીમ શાહને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરી છે. હરીમ શાહ પાકિસ્તાનની પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે. મોટી ફેન ફોલોઈંગ ધરાવતી હરીમ શાહની મોટી ઓળખ છે.

હરીમ શાહના વીડિયોને લાખો વ્યૂઝ મળે છે. તે પહેલીવાર ચર્ચામાં આવી જ્યારે તેણે ભારતના ચંદ્રયાન પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ સિવાય તે ઘણા વિવાદોમાં ફસાઈ છે.
થોડા સમય પહેલા તે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં પ્રવેશી હતી. ત્યાં પ્રવેશ્યા બાદ તેણે એક વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. સૌથી મોટી વાત એ છે કે વિદેશ મંત્રાલયમાં પ્રવેશ્યા બાદ તેણે તત્કાલિન પીએમ ઈમરાન ખાનની ખુરશી પર બેસીને વીડિયો બનાવ્યો હતો.
આ સિવાય તેનો એક MMS આ વર્ષે એપ્રિલમાં લીક થયો હતો. હરીમ શાહે આરોપ લગાવ્યો હતો કે તેમના એક જૂના મિત્રએ નહાતી વખતે તેમનો MMS લીક કર્યો હતો.
હરીમ શાહે પાકિસ્તાનના મંત્રી શેખ રશીદ પર પણ ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણીએ કહ્યું કે, મંત્રી શેખ રશીદ તેને વાંધાજનક વીડિયો મોકલે છે.
હરીમ શાહે ઈમરાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઈમરાન ખાન વિવાદ દરમિયાન તેણે કહ્યું હતું કે, જો પીટીઆઈના લોકો શાંત નહીં થાય તો તે ઈમરાન ખાનનો ખાનગી વીડિયો લીક કરી દેશે.












Click it and Unblock the Notifications
