અમેરિકાના વિદેશ મંત્રીને કેમ યાદ આવ્યા હનુમાનજી? જાણો
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને વોશિંગ્ટનમાં દિવાળીની ઉજવણીનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે બોલતા, બ્લિંકને ધાર્મિક સ્વતંત્રતાના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે દિવાળીના તહેવારની ઉજવણી એ ધાર્મિક સ્વતંત્રતા
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને વોશિંગ્ટનમાં દિવાળીની ઉજવણીનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે બોલતા, બ્લિંકને ધાર્મિક સ્વતંત્રતાના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે દિવાળીના તહેવારની ઉજવણી એ ધાર્મિક સ્વતંત્રતા માટે તેમનું સમર્થન દર્શાવવાની બીજી રીત છે. આ સાથે અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં અમેરિકી પ્રશાસને હિંદુ દેવતા હનુમાનની ચોરાયેલી 500 વર્ષ જૂની મૂર્તિ પરત મેળવી હતી, જેને ભારતને પરત સોંપવામાં આવી છે.

કેન્દ્રિય મંત્રીએ કરી પુષ્ટી
અમેરિકી વિદેશ મંત્રીના નિવેદનને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ પણ સમર્થન આપ્યું છે. તેમણે ટ્વીટ કર્યું કે તમિલનાડુના મંદિરમાંથી ચોરાયેલી ભગવાન હનુમાનની 500 વર્ષ જૂની કાંસાની મૂર્તિ યુએસ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા સોંપવામાં આવી છે. એન્ટોની બ્લિંકને દિવાળીની ઉજવણી દરમિયાન જણાવ્યું હતું કે વિશ્વભરમાં સાંસ્કૃતિક વારસાના મહત્વપૂર્ણ ભાગોને જાળવવામાં મદદ કરવી એ ધાર્મિક વિવિધતાને સમર્થન દર્શાવવાનો એક માર્ગ છે. અમે ક્ષતિગ્રસ્ત ઐતિહાસિક ઇમારતોને પુનઃસ્થાપિત કરવામાં અને સંસ્કૃતિની જાળવણી માટે યુએસ એમ્બેસેડર ફંડ જેવા પ્રયાસો દ્વારા ખોવાયેલી અથવા ચોરાયેલી સાંસ્કૃતિક વસ્તુઓને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરી રહ્યા છીએ.

ધાર્મિક સ્વતંત્રતાને ગણાવી મુળભુત અમેરિકી મુલ્ય
બિડેને કહ્યું કે ધાર્મિક સ્વતંત્રતા એ મૂળભૂત અમેરિકન મૂલ્ય છે અને તેને સમર્થન આપવું એ રાષ્ટ્રપતિ જો બિડેન માટે પ્રાથમિકતા છે. ધાર્મિક સ્વતંત્રતા એ અમેરિકાની મુત્સદ્દીગીરીનો અમૂલ્ય ભાગ છે, કારણ કે તે ખરેખર આપણને વિશ્વના અન્ય દેશો અને લોકો સાથે સંબંધો બાંધવામાં મદદ કરે છે, એમ તેમણે જણાવ્યું હતું. રાજદ્વારીથી માંડીને ધાર્મિક સમુદાયના લોકોએ પણ દિવાળીની ઉજવણીના આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન બ્લિંકને કહ્યું કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં તમારા બધાને હોસ્ટ કરવું સન્માનની વાત છે.

ભારતીય પ્રવાસીઓના કર્યા વખાણ
એન્ટોની બ્લિંકને જણાવ્યું હતું કે રાજદ્વારીઓ અને નાગરિક સમાજના સભ્યો અમેરિકાને વિદેશમાં સ્થાનિક વસ્તી સાથે જોડવામાં મદદ કરવામાં અમૂલ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ અમને વિશ્વભરમાં ધાર્મિક સ્વતંત્રતાને સમર્થન આપવા માટે વધુ કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "છેલ્લા કેટલાક દિવસોમાં, હિન્દુઓ, શીખો, જૈનો, બૌદ્ધોએ તેમના ઘરોને રંગોળીઓથી શણગાર્યા છે, તેઓએ મીઠાઈઓ વહેંચી છે, તેઓએ પૂજા દ્વારા આભાર માન્યો છે, તેઓએ ઝગમગાટ પ્રગટાવ્યો છે. વિશ્વભરમાં ... .શું તે નવી દિલ્હીની સ્ટ્રીટ હોય કે કુઆલાલંપુરમાં પાર્ક હોય... મિત્રો અને પરિવારજનો સાથે આનંદમાં ભાગ લેવા માટે લોકો પણ વ્હાઇટ હાઉસની ગલીમાં ભેગા થયા છે. તે તેમના સમુદાયોમાં પ્રકાશ લાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
|
દિવાળી પવિત્ર મુલ્યોનો અવસર
આ પ્રથમ વખત છે જ્યારે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટે વિદેશ વિભાગના ફોગી બોટમ હેડક્વાર્ટર ખાતે દિવાળીની ઉજવણીનું આયોજન કર્યું છે. દિવાળીની પ્રશંસા કરતા વિદેશ સચિવ બ્લિંકને જણાવ્યું હતું કે તે સૌથી પવિત્ર મૂલ્યોની ઉજવણી છે, તે પરિવાર માટે પ્રેમ, પ્રિયજનો અને અજાણ્યાઓ પ્રત્યે દયાનો તહેવાર છે, તે ક્ષમા, કૃતજ્ઞતા અને નવી શરૂઆતનો તહેવાર છે. આ દિવસ આપણને વ્યક્તિગત સંવાદ અને આપણા સમુદાયોની સેવા દ્વારા સારા આચરણ અને ધર્મનું પાલન કરવાના મહત્વની પણ યાદ અપાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
