કોણ છે નેવિલ રોય સિંઘમ? ભારતમાં ફેલાવતો હતો ચીની પ્રોપોગેન્ડા
મોદી વિરોધી વેબસાઈટ તરીકે જાણીતી ન્યૂઝ ક્લિકનું ચાઈનીઝ કનેક્શન સામે આવ્યું છે. આ વાતનો ખુલાસો અમેરિકાના પ્રખ્યાત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે કર્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સે આ અહેવાલ 5 ઓગસ્ટ 2023ના રોજ જાહેર કર્યો છે.
આ અહેવાલમાં ચીનના બચાવ અને વિશ્વભરમાં તેનો પ્રચાર ફેલાવતા મોટા નેટવર્કનો ખુલાસો થયો છે. અમેરિકન અખબાર અનુસાર, ડાબેરી અમેરિકન અબજોપતિ નેવિલ રોય સિંઘમની આમાં મહત્વની ભૂમિકા છે.

નેવિલ રોય સિંઘમ પર ચીન સરકારના મીડિયા મશીન સાથે કામ કરવાનો આરોપ છે. રિપોર્ટ અનુસાર, તેઓ ચીનના પ્રચારને દુનિયાભરમાં ફેલાવવા માટે ફંડ આપે છે. અહેવાલો અનુસાર, સિંઘમનું જૂથ ચીનની તરફેણમાં પ્રચાર કરવા માટે યુટ્યુબ વીડિયો બનાવે છે અને તેના દ્વારા તેઓ રાજકારણને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે.
એનવાયટીના અહેવાલ મુજબ, 69 વર્ષીય સિંઘમ શાંઘાઈમાં બેસે છે. ત્યાં તેનું નેટવર્ક યુટ્યુબ પર શો ચલાવે છે. આ માટે શાંઘાઈનો પ્રચાર વિભાગ તેમને કેટલાક પૈસા આપે છે. જોકે સિંઘમનું કહેવું છે કે તે ચીન સરકારના નિર્દેશો પર કામ નથી કરતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સિંઘમની કોઈપણ એનજીઓએ ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ નોંધણી કરાવી નથી. વિદેશી શક્તિઓ વતી જાહેર અભિપ્રાયને પ્રભાવિત કરવા માંગતા જૂથો માટે આ જરૂરી છે. આ સામાન્ય રીતે વિદેશી સરકારો પાસેથી નાણાં અથવા ઓર્ડર મેળવતા જૂથોને લાગુ પડે છે. કાયદાકીય નિષ્ણાતોના મતે સિંઘમનું નેટવર્ક અસામાન્ય કેસ છે.
નેવિલના સહયોગીઓના જણાવ્યા અનુસાર તેને માઓવાદનો કટ્ટર સમર્થક માનવામાં આવે છે. તેઓ સામ્યવાદી વિચારધારામાં માને છે જેણે આધુનિક ચીનને જન્મ આપ્યો. તેઓ વેનેઝુએલાના નેતા હ્યુગો ચાવેઝના કટ્ટર સમર્થક પણ રહ્યા છે.
નેવિલ રોય સિંઘમ થોટવર્ક્સના સ્થાપક અને અધ્યક્ષ છે. ThoughtWorks કસ્ટમ સોફ્ટવેર, સોફ્ટવેર ટૂલ્સ અને કન્સલ્ટિંગ સેવાઓ પ્રદાન કરતી IT કન્સલ્ટિંગ કંપની છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર નેવિલ રોય સિંઘમ અમેરિકાનો નાગરિક છે પરંતુ તે ક્યુબન-શ્રીલંકન મૂળનો છે.
નેવિલના પિતાનું નામ આર્ચીબાલ્ડ વિક્રમરાજા છે. વિક્રમરાજા શ્રીલંકાના રાજકીય નિષ્ણાત અને ઇતિહાસકાર હતા. તેઓ બ્રુકલિન કોલેજ, સિટી યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્કમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર હતા.
નેવિલ રોય સિંઘમે 2017 માં ડેમોક્રેટિક પાર્ટી સાથે સંકળાયેલ રાજકીય સલાહકાર જોડી ઇવાન્સ સાથે લગ્ન કર્યા. આ લગ્નનું આયોજન જમૈકામાં કરવામાં આવ્યું હતું. નેવિલ રોય સિંઘમને 2009 માં એક મેગેઝિન દ્વારા ટોચના 50 વૈશ્વિક વિચારકોમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
