કોણ છે મનાહેલ અલ-ઓતૈબી? જેને સાઉદી અરબે નિયમ વિરૂદ્ધ કપડા પહેરવા 11 સજા સંભળાવાઈ
મહિલા વિરોધી કાયદાઓ માટે કુખ્યાત સાઉદી અરબ ફરી એક વખત ચર્ચામાં છે. અહીંની ફિટનેસ ટ્રેનર અને મહિલા રાઈટ એક્ટિવિસ્ટ મનાહેલ અલ-ઓતૈબીને 11 વર્ષની સજા સંભળાવાઈ છે.
સાઉદી અરેબિયાએ ફિટનેસ ટ્રેનર અને મહિલા અધિકાર કાર્યકર્તા મનાહેલ અલ-ઓતૈબીને 9 જાન્યુઆરીએ સજા સંભળાવવામાં હતી. સાઉદી અધિકારીઓએ સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકારના ઉચ્ચાયુક્તને આપેલા નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરી છે.

મનાહેલની લગભગ દોઢ વર્ષ પહેલા કથિત રીતે અશ્લિલ કપડાં પહેરવા અને મહિલાઓના અધિકારો પર નિવેદનો આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
આ પછી મનાહેલના કેસની આતંકવાદ વિરોધી અદાલતમાં ગુપ્ત રીતે સુનાવણી થઈ હતી. મનાહેલને સાઉદીના આતંકવાદ વિરોધી કાયદા સંબંધિત આરોપોમાં દોષિત ઠેરવવામાં આવી છે.
બીબીસીના અહેવાલ અનુસાર, મનાહેલ અલ-ઓતૈબીની નવેમ્બર 2022માં ધરપકડ કરવામાં આવી હતી. તે મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવતી રહી છે. સોશિયલ મીડિયા પર તે ઘણીવાર મહિલાઓને વધુ અધિકારો આપવાની હિમાયત કરતી હતી. તેણીની મુખ્ય માંગ મહિલાઓ માટે ડ્રેસ કોડમાં છૂટછાટની હતી, તેણીએ અબાયા પહેરવાનો વિરોધ કર્યો હતો.
જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષમાં સાઉદી અરેબિયાએ સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ પોસ્ટ કરવાના મામલામાં ડઝનબંધ લોકોને જેલની સજા ફટકારી છે. જેમાં મોટાભાગની મહિલાઓ છે.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને લંડન સ્થિત અલ-કાસ્ટ સંસ્થાનું કહેવું છે કે મનાહેલને મહિલાઓના અધિકારો પર સ્પષ્ટપણે બોલવા બદલ ગંભીર દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો
અહેવાલો અનુસાર, મનાહેલ 2017 માં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા જાહેર કરાયેલ સામાજિક અને આર્થિક સુધારાના પ્રારંભિક સમર્થકોમાં એક હતી. મોહમ્મદ બિન સલમાને સુધારાની જાહેરાત કર્યાના બે વર્ષ પછી મનાહેલે જર્મન આઉટલેટ ડીડબ્લ્યુને એક ઇન્ટરવ્યુ આપ્યો જેમાં તેણીએ કહ્યું કે તેણીને લાગે છે કે જે ઇચ્છે તે પહેરી શકે છે અને તેના વિચારો મુક્તપણે વ્યક્ત કરી શકે છે
મનાહેલે એ જ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમનું વલણ ક્રાઉન પ્રિન્સનાં નિવેદન પર આધારિત હતું કે મને ગમે તેમ પહેરવાનો અધિકાર છે, પરંતુ તે પહેરવેશ સન્માનજનક હોવા જોઈએ. મનાહેલ પર સાઉદી અરેબિયાના કાયદાઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પરની ઝુંબેશમાં ભાગ લેવાનો, અશ્લીલ કપડાંમાં પોતાના ફોટા અને વીડિયો પોસ્ટ કરવાનો અને સ્નેપચેટ પર અબાયા પહેર્યા વિના સ્ટોર્સની મુલાકાત લેવાના પોતાના ફોટા શેર કરવાનો આરોપ છે.
સાઉદી અરેબિયાના પિતૃપ્રધાન કાયદા હેઠળ, મહિલાના પિતા, ભાઈ, પતિ અથવા પુત્રને તેના લગ્ન, છૂટાછેડા અને બાળકો વિશે મહત્વપૂર્ણ નિર્ણય લેવાની સત્તા છે.
અહેવાલો અનુસાર, મનાહેલની બહેન ફૌઝિયા પણ આવા જ આરોપોનો સામનો કરી રહી છે પરંતુ જ્યારે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવી ત્યારે તેણે દેશ છોડી દીધો.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
