પ્રવાસ પહેલા બોલ્યા ટ્રમ્પ- ભારતે અમારી સાથે સારો વ્યવહાર નથી કર્યો
પ્રવાસ પહેલા બોલ્યા ટ્રમ્પ- ભારતે અમારી સાથે સારો વ્યવહાર નથી કર્યો
વૉશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 24થી 25 ફેબ્રુઆરી સુધી પોતાના પહેલા ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. આ પ્રવાસ શરૂ થતા પહેલા તેમણે ભારતને લઈ મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ટ્રેડ ડીલ પર આશંકા જતાવી અને કહ્યું કે ભારતે તેમના દેશ સાથે સારો વર્તાવ નથી કર્યો. જણાવી દઈએ કે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરી ચૂક્યા છે. પોતાનો પ્રવાસ શરૂ કરતા પહેલા તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના ભારત પ્રવાસને લઈ બહુ ઉત્સાહિત છે. ટ્રમ્પનો પહેલો પડાવ ગુજરાતનું અમદાવાદ હશે અને અહીંથી તેઓ નવી દિલ્હી આવશે. પાછલા દિવસોમાં વ્હાઈટ હાઉસ તરફથી તેમના આ પ્રવાસની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી.

પીએમ મોદીના વખાણ કર્યાં
પ્રેસિડેન્ટ ટ્રમ્પે કહ્યું કે તેઓ ભારત સાથે એક મોટી ડીલ કરવા માંગે છે પરંતુ તેના માટે હાલ સમય નથી. ટ્રમ્પે કહ્યું કે આ ડીલ અમેરિકન ચૂંટણી પહેલા થઈ જશે કે નહિ તેમને ખબર નથી. પ્રેસિડેન્ટ ટ્રમ્પે પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે તેઓ મોદીને બહુ પસંદ કરે છે. ભારત અને અમેરિકાના વ્યાપારિક સંબંધ પર ટ્રમ્પે કહ્યું કે ભારતે અમારી સાથે સારો વ્યવહાર નથી કર્યો. પરંતુ ભારત પ્રવાસથી તેમને ઘણી ઉમ્મીદ છે. સૂત્રો મુજબ અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટહાઈજર અમેરિકી પ્રેસિડેન્ટ સાથે ભારત પ્રવાસે નથી આવી રહ્યા. મંગળવારે ટ્રમ્પે જોઈન્ટ બેસ એન્ડ્રૂઝ પર હાજર મીડિયાને કહ્યું કે, 'ભારત સાથે અમે મોટી ટ્રેડ ડીલ કરવા માંગીએ છીએ. અમે આ કરશું. પરંતુ મને નથી ખબર કે તે અમેરિકી ચૂંટણી પહેલા થઈ શકશે કે નહિ. પરંતુ ભારત સાથે અમે એક મોટી ડીલ કરવા જઈ રહ્યા છીએ.' આ વર્ષે નવેમ્બરમાં અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ચૂંટણી છે અને ટ્રમ્પની નજર બીજો કાર્યકાળ હાંસલ કરવા પર છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
