Video: ડરના કારણે ધ્રુસકે ધ્રુસકે રડ્યો અલકાયદાનો સ્યુસાઇડ બોમ્બર
અમેરિકાને હચમચાવનાર આતંકી ઓસામા બિન લાદેન અને તેના સંગઠન અલ કાયદાનો ડર અને ખૌફ હજી સુધી ઓછો નથી થયો. દુનિયાભરમાં હજી પણ બિન લાદેનના આતંકી સંગઠન અલકાયદાનો ડર અને ખૌફ એટલો જ છે. પરંતુ હવે અમે તમને જે વાત કરી રહ્યાં છીએ અને જે વિડીયો બતાવી રહ્યાં છે તે વિડીયો જો લાદેન જીવતો હોત અને જોઇ લેત તો તેને ઘણો ગુસ્સો આવ્યો હોત અને અફસોસ પણ થયો હોત.
લાદેન હંમેશા જે હિમંતની વાત કરતો હતો, તે હિંમત હવે તેના આતંકવાદીઓમાં નથી રહી તે વાતનો ખ્યાલ આ વિડીયો પરથી આવે છે.
જી હા સિરીયામાં અલકાયદાનો આત્મઘાતી હુમલાખોર પોતાના મિશન પહેલા ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો હતો. આ આખીય વાત અમે અહીં વિસ્તારથી કરી છે, તેને જોવા માટે જુઓ આ તસ્વીરો અને વિડીયો...........

અલકાયદા
હાલમાં સિરીયામાં ISIS સિવાય અલ કાયદા ઘણું સક્રીય છે. અહીં અલકાયદાનું સંગઠન અલ નુસરા ઘણાં આતંકી હુમલાઓને અંજામ આપી રહ્યું છે.

ડરના ચહેરાને પણ લાગ્યો ડર
પાછલા દિવસોમાં આ સંગઠનનો એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં અલકાયદાનો એક યુવાન છે. પહેલા તો તે તેના સાથિયો સાથે વાત કરી રહ્યો છે, અને ત્યારબાદ તે જોર જોરથી રડવા લાગે છે.

ડરના ચહેરાને સાંત્વના
આ આતંકીએ એક ટેન્કની અંદર જઇને બ્લાસ્ટ કરવાનો હતો. પરંતુ તેના ડરના કારણે તે તેમ નથી કરી શક્તો, અને થોડીવાર બાદ તે જોર જોરથી રડવા લાગે છે. ત્યારે તેના સાથીઓ તેને સાંત્વના આપી રહ્યાં છે.

શેતાન લેશે બદલો
અલકાયદાના આ આંતકીઓ અજબેક ભાષામાં વાત કરી રહ્યાં છે. તેના સાથીઓ તેને સાંત્વના તો આપી રહ્યાં છે, પણ સાથે કહી રહ્યા છેકે જો તે કામનહીં પુરૂ કરે તો શેતાન તેની સાથે બદલો લેશે.
જફર નામનો સ્યુસાઇડ બોમ્બર
આ આતંકીને અન્ય સાથીઓ જફર નામે બોલાવી રહ્યાં છે. અન્ય સાથીઓ કહી રહ્યાં છેકે જફર તુ ડર નહીં. જ્યારે પણ તને ડર લાગે ત્યારે તુ અલ્લાહનું નામ લે. થોડીવાર બાદ તે ટેન્કમાં બેસી જાય છે. અને આ ટેન્ક થોડી દૂર ગયા બાદ બ્લાસ્ટ થઇ જાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
