Video : ઇન્ડોનેશિયામાં ખતરનાક માઉન્ટ રુઆંગ જ્વાળામુખી ફરી ફાટ્યો, જુઓ વીડિયો
ઈન્ડોનેશિયા ફરી એક વખત ભયાનક જ્વાળામુખીની ઝપેટમાં છે. અહીંનો ખતરનાક જ્વાળામુખી માઉન્ટ રુઆંગ ફરીથી ફાટતા રાખના ઢગલા સર્જાયા છે.
માઉન્ટ રુઆંગ જ્વાળામુખી મંગળવારે બે અઠવાડિયામાં બીજી વખત ફાટ્યો. આકાશમાં લગભગ 2 કિલોમીટર સુધી રાખ જોવા મળી અને ઘણા ગામો રાખથી ઢંકાઈ ગયાના અહેવાલ છે. વિસ્ફોટને પગલે એરપોર્ટ બંધ કરવાની ફરજ પડી છે.

જો કે જ્વાળામુખી ફાટવાના પગલે મોટી જાનહાનિ નથી થઈ, કેમ કે સેન્સર્સે પહેલાથી જ જ્વાળામુખી ફાટવાના સંકેતો મોકલી દીધા હતા, જે પછી ઇન્ડોનેશિયન જીઓલોજિકલ સર્વિસે સુલાવેસી ટાપુ પર જ્વાળામુખી ફાટવા અંગે હાઈ લેવલ ચેતવણી આપી હતી.
સુરક્ષા એજન્સીએ સ્થાનિકો અને પર્વતારોહકોને જ્વાળામુખીના ખાડોથી ઓછામાં ઓછા 6 કિલોમીટર દૂર રહેવા આગ્રહ કર્યો છે. લગભગ 735 મીટર ઊંચો જ્વાળામુખી ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી પ્રાંતમાં સ્થિત છે અને પ્રાંતીય રાજધાની મનાડોમાં સેમ રતુલાંગી ઇન્ટરનેશનલ એરપોર્ટથી લગભગ 95 કિલોમીટર ઉત્તરપૂર્વમાં છે.
પ્રાદેશિક એરપોર્ટ ઓથોરિટીના વડા અંબર સૂર્યોકોએ જણાવ્યું કે, ઓછી વિઝિબિલિટી અને એરક્રાફ્ટ એન્જિન પર રાખના જોખમને કારણે મંગળવારે સવારે એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે.
સમાચાર અનુસાર, જ્વાળામુખી ફાટ્યા બાદ તરત જ આકાશ રાખથી છવાઈ ગયુ. અનેક વિસ્તારોમાં પથ્થરોનો વરસાદ થયો હોવાના પણ અહેવાલ છે. જ્વાળામુખી નજીક આવેલા શહેર મનાડોમાં લગભગ 3 લાખ 30 હજાર લોકો રહે છે અને તાજેતરના અહેવાલ મુજબ, જ્વાળામુખી ફાટ્યા પછી લોકોને તેમના વાહનોની લાઇટ ચાલુ રાખીને મુસાફરી કરવી પડી રહી છે.
More incredible video of Ruang in Indonesia erupting. Breathtakingly terrifying! pic.twitter.com/NksoX7wKYy
— Volcaholic 🌋 (@volcaholic1) April 30, 2024
જણાવી દઈએ કે, રુઆંગ ઈન્ડોનેશિયામાં લગભગ 130 સક્રિય જ્વાળામુખીમાંથી એક છે. દ્વીપસમૂહ રાષ્ટ્ર જ્વાળામુખી વિસ્ફોટ અને ધરતીકંપની સંભાવના ધરાવે છે. તે પેસિફિક રીંગ ઓફ ફાયર પર આવેલો છે. તેથી જ ઈન્ડોનેશિયામાં સતત ભૂકંપ આવતા રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
