US Election 2024: ડેમોક્રેટિક પ્રમુખપદ માટે કમલા હેરિસને મળ્યું નોમિનેશન, પાર્ટીએ કરી સત્તાવાર જાહેરાત
US Election 2024, Kamala Harris: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મંગળવારના રોજ ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે સત્તાવાર નોમિનેશન મળ્યું છે. આ સાથે, તેઓ દેશના મોટા રાજકીય પક્ષમાંથી રાષ્ટ્રપતિની ચૂંટણીની ટિકિટ મેળવનારી પ્રથમ ભારતીય-આફ્રિકન મહિલા બની ગઈ છે.
કમલા હેરિસ (59) નવેમ્બરમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો સામનો કરશે. ગયા શુક્રવારે, સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટી દ્વારા હેરિસને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કમલા હેરિસે જણાવ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ માટે ડેમોક્રેટિક નોમિની બનવા પર મને ગર્વ છે. હું આવતા અઠવાડિયે સત્તાવાર રીતે નોમિનેશન સ્વીકારીશ. આ ઝુંબેશ દેશભક્તિથી પ્રેરિત લોકો સાથે આવવા અને શ્રેષ્ઠ માટે લડવા વિશે છે.

રાષ્ટ્રપતિ જો બાઈડને એક સ્ટેપ પાછું લીધું - ઉલ્લેખનીય છે કે, ગયા મહિને, રાષ્ટ્રપતિ જો બાઈડને આગામી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી. જે બાદ ભારતીય મૂળના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને શાસક ડેમોક્રેટિક પાર્ટીના 2024 ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.
સમગ્ર દેશમાંથી 4,567 પ્રતિનિધિઓએ હેરિસ માટે પોતાનો મત આપ્યો - ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં પ્રતિનિધિઓના પાંચ દિવસના ઓનલાઈન વોટ પછી કમલા હેરિસની ઉમેદવારીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
પાર્ટીએ મધરાત પહેલા જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, 99 ટકા પ્રતિનિધિઓએ કમલા હેરિસની તરફેણમાં મતદાન કર્યું હતું.
સમગ્ર દેશમાંથી 4,567 પ્રતિનિધિઓએ હેરિસને મત આપ્યો છે. કમલા હેરિસ હવે સત્તાવાર રીતે તેણીનું નામાંકન સ્વીકારશે.
ટિકિટ મેળવનારી પ્રથમ ભારતીય-આફ્રિકન મહિલા બની - આ સાથે કમલા હેરિસ અમેરિકાના મોટા રાજકીય પક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદની ટિકિટ મેળવનારી પ્રથમ ભારતીય-આફ્રિકન મહિલા બની ગઈ છે. તેઓ રિપબ્લિકન અથવા ડેમોક્રેટિક પક્ષોમાંથી પ્રમુખપદના ઉમેદવાર બનનાર પ્રથમ ભારતીય-અમેરિકન પણ બન્યા છે.
20 ઓક્ટોબર, 1964ના રોજ કેલિફોર્નિયામાં જન્મ - કમલા દેવી હેરિસનો જન્મ ઓકલેન્ડ, કેલિફોર્નિયામાં 20 ઓક્ટોબર, 1964ના રોજ શ્યામલા ગોપાલન અને ડોનાલ્ડ હેરિસને ત્યાં થયો હતો. ગોપાલન 19 વર્ષની ઉંમરે ભારતથી અમેરિકા આવ્યા હતા.
તેઓ સ્તન કેન્સર વિજ્ઞાની હતા, જ્યારે ડોનાલ્ડ હેરિસ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. ડોનાલ્ડ મૂળ જમૈકાના હતા. કમલા હેરિસે 2010માં એટર્ની જનરલ બનતા પહેલા બે એરિયામાં ફરિયાદી તરીકે કામ કર્યું હતું, અને 2016માં તેઓ સેનેટર તરીકે ચૂંટાયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
