US Election 2024 : આજે ચૂંટણી યોજાય તો અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ જીતે? જાણો શું કહે છે લેટેસ્ટ સર્વે?
US Election 2024 : અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણી માટે રિપબ્લિકન અને ડેમોકેટ્રિક્સ પાર્ટી વચ્ચે જંગ ચાલી રહ્યો છે. ડોનાલ્ડ ડ્રમ્પ અને કમલા હૈરિસ બન્ને ચૂંટણી જીતવા માટે પ્રચાર કરી રહ્યા છે.
બન્ને પક્ષો પુરી તાકાત સાથે ચૂંટણીમાં ઉતરી ચુક્યા છે ત્યારે હવે હાલની સ્થિતીને લઈને એક સર્વે સામે આવ્યો છે. આ સર્વેમાં હાલ ચૂંટણી થાય તો કોણ જીતે તેનો અંદાજ મળી રહ્યો છે.

હાલમા જ એનવાય ટાઇમ્સ/સિએના કોલેજે કેટલાક રાજ્યોનો સર્વે જાહેર કર્યો છે. આ સર્વે અનુસાર, મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પ ત્રણ રાજ્યોમાં જીતતા જોવા મળી રહ્યા છે.
એનવાય ટાઈમ્સ/સિએના કોલેજ પોલ અનુસાર, જો હાલ એરિઝોના, જ્યોર્જિયા અને નોર્થ કેરોલિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાય તો ડોનાલ્ડ ટ્રમ્પ ત્રણેય રાજ્યોમાં જીત નોંધાવી શકે છે.
એનવાય ટાઈમ્સ/સિએના કોલેજના મતદાન અનુસાર, જો આજે એરિઝોનામાં ચૂંટણી યોજાય તો કમલા હેરિસને 45 ટકા મત મળતા જોવા મળે છે. ટ્રમ્પને 50 ટકા વોટ મળવાની આશા છે.
આ પોલમાં ટ્રમ્પ જ્યોર્જિયામાં લીડ મેળવતા જોવા મળી રહ્યા છે તો કમલા હેરિસને 45 ટકા અને ટ્રમ્પને 49 ટકા વોટ મળતાં જણાય છે. નોર્થ કેરોલિનામાં કમલા હેરિસને 47 ટકા વોટ તો ટ્રમ્પને 49 ટકા વોટ મળી શકે છે.
આ પોલ કમલા હેરિસ માટે ખતરાની ઘંટી માનવામાં આવી રહી છે. આ ત્રણ રાજ્યોમાંથી બે રાજ્યો એરિઝોના અને જ્યોર્જિયા છે. જ્યાં ગઈ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને જો બાઈડન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
જો કે, નોર્થ કેરોલિના 2008થી રિપબ્લિકન ઉમેદવારોની તરફેણમાં મતદાન કરી રહ્યું છે. આ રાજ્યોના મતદારો માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટ દરમિયાન તેમના જીવનમાં સુધારો થયો છે. આ સર્વે 17મી સપ્ટેમ્બરથી 21મી સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
