US Election 2024 : અમેરિકી પ્રેસિડેન્ટ ચૂંટણી માટે કેવી રીતે થાય છે મતદાન? ક્યારે થશે મતગણતરી?

US Election 2024 : અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણી અંતિમ તબક્કામાં છે. છેલ્લી ઘડીઓમાં બન્ને ઉમેદવારોએ પુરી તાકાત લગાવી દીધી છે.

ચૂંટણી માટે માત્ર બે દિવસ બાકી છે ત્યારે કમલા હૈરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિંગ સ્ટેટ પર પોતાની પુરી તાકાત લગાવી દીધી છે.

US Election 2024

યુએસ ચૂંટણી ક્યારે?
ચૂંટણી 5 નવેમ્બર 2024 મંગળવારના રોજ યોજાશે. ભારતીય સમય અનુસાર ભારતમાં મોડી રાત હશે. અમેરિકન મતદારો મતદાન કરશે અને જ્યારે 6 નવેમ્બરે ભારતના લોકો જાગશે ત્યારે મતદાન પુરૂ થઈ ગયુ હશે.

મોટાભાગના રાજ્યોમાં મતદાન મથકો સ્થાનિક સમય મુજબ સવારે 7 થી સવારે 9 વાગ્યાની વચ્ચે ખુલશે. જો કે યુનાઇટેડ સ્ટેટ્સમાં સમય ઝોન અનુસાર મતદાનનો સમય બદલાય છે.

મતદાન બંધ થવાનો સમય રાજ્યથી રાજ્ય અને કેટલીકવાર કાઉન્ટીથી કાઉન્ટીમાં બદલાય છે. જો કે, મોટાભાગના મતદાન મથકો પૂર્વ સમયના 6 વાગ્યા અને મધ્યરાત્રે બંધ થઈ જશે.

મત ગણતરી ક્યારે શરૂ થશે?
ઇસ્ટર્ન ટાઇમઝોન અનુસાર, સાંજે 6 વાગ્યે મતદાન બંધ થયાના થોડા જ કલાકોમાં પરિણામ આવવાનું શરૂ થઈ જશે. કેટલાક રાજ્યોમાં મતોની ગણતરી અન્ય રાજ્યો કરતાં વધુ ઝડપથી થશે.

પશ્ચિમી રાજ્યોમાં મતદાન કેટલાક કલાકો પછી બંધ થશે, તેથી તેના પરિણામો પછીથી આવવાનું શરૂ થશે.

જણાવી દઈએ કે, ચૂંટણીની રાત પછી પણ મત ગણતરી ચાલુ રહી શકે છે અને અમે ઘણા દિવસો સુધી વિજેતાઓની જાહેરાત નથી થતી. વિજેતાના નામની જાહેરાત થવામાં 5 દિવસ સુધી સમય લાગી શકે છે.

જણાવી દઈએ કે, અમેરિકન પ્રેસિડેન્ટની રેસમાં પુર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપલ્બિકન ઉમેદવાર અને વાઈસ પ્રેસિડેન્ટ કમલા હૈરિસ વચ્ચે મુકાબલો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X