US Presidential Election 2020 Live: નવાદા, એરિજોનામાં બિડેન આગળ, જ્યૉર્જિયામાં ટ્રમ્પની લીડ ઘટી

US Presidential Election 2020 Live: ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને વર્જીનિયામાં વોટિંગ શરૂ

અમેરિકામાં આજે પ્રેશિડેન્શિયલ ચૂંટણી (US Presidential Election 2020) માટે મતદાન થશે. અમેરિકાની આ ચૂંટણી માત્ર અમેરિકા માટે જ નહિ બલકે આખી દુનિયા માટે ઘણું મહત્વ ધરાવે છે. ગત કેટલાક વર્ષોમાં ભારત અને અમેરિકાના સંબંધો જે ગતિએ મજબૂત એવામાં અમેરિકાની ચૂંટણીની અસર ભારત પર કાસ પડશે.

us election

ભારતીય સમય મુજબ આજે બપોરે સાડા ચાર વાગ્યાની આજુબાજુમાં અમેરિકાના પ્રેસિડેન્ટ પદ માટે મતદાન થનાર છે જે બુધવારે સવારે 7.30 વાગ્યા સુધી ચાલુ રહેશે. જે મતદાતાઓએ અર્લી વોટિંગમાં બેલેટ દ્વારા વોટિંગ નથી કર્યું તેવા મતદાતા આ ચૂંટણીમાં ભાગ લેશે. જણાવી દઈએ કે આ વખતે 50 ટકા મતદાતા અર્લી વોટિંગમાં મતદાન આપી ચૂક્યા છે, જેનું મુખ્ય કારણ કોરોના મહામારી છે. રિપબ્લિકન પાર્ટી તરફતી ડોનાલ્ડ ટ્રમ્પ કિસ્મત અજમાવી રહ્યા છે જ્યારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી બે વાર અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ રહી ચૂકેલા જો બિડેન ટ્રમ્પને ટક્કર આપી રહ્યા છે.

Nov 07, 2020, 4:46 pm IST

ડેમોક્રેટ જો બીડેન ધીરે ધીરે રાષ્ટ્રપતિ પદ પ્રાપ્ત કરવા તરફ આગળ વધી રહ્યા છે. છેલ્લાં 28 વર્ષથી અમેરિકાના જ્યોર્જિયામાં રિપબ્લિકન પાર્ટીનું વર્ચસ્વ હવે સમાપ્ત થઈ રહ્યું છે. અહીં, બિડેન આગળ છે અને અત્યાર સુધીમાં તેમને 7,248 મતોની લીડ મળી છે.
Nov 07, 2020, 1:44 pm IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે જો બિડેને પ્રેસિડેન્સીનો ખોટો દાવો ન કરવો જોઈએ. આ દાવો તો હું પણ કરી શકુ છુ. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે હવે ચૂંટણી પ્રક્રિયામાં ફરીથી કાનૂની કાર્યવાહી શરૂ થઈ રહી છે.
Nov 06, 2020, 10:50 am IST

પેંસિલવેનિયા, જ્યોર્જિયા, નૉર્થ કેરોલિના, એરિજોના અને નવાદાના અંતિમ પરિણામ સામે આવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ નૉર્થ કેરોલિનામાં લીડ કરી રહ્યા છે પરંતુ જ્યૉર્જિયામાં તેમની લીડ ઘટી રહી છે.
Nov 06, 2020, 9:20 am IST

જોર્જિયા અને મિશીગનમાં ટ્રમ્પ કેમ્પેઈને મળી કોર્ટમાં હાર, નવાદામાં હવે ફાઈલ કરશે કેસ. જોર્જિયામાં ટ્રમ્પ કેમ્પેઈને આરોપ લગાવ્યો છે કે 53 એવા બેલેટ્સને મિલાવી દેવામાં આવ્યા છે મોડેથી પહોચ્યા હતા. જ્યારે મિશીગનમાં કેમ્પેઈન વોટ કાઉન્ટિંગને રોકવા માટે કોર્ટ પહોંચ્યુ હતુ. બંને કેસમં જજોએ કહ્યુ કે તેમની પાસે કોઈ ઠોસ પુરાવા નથી જેનાથી આરોપોની પુષ્ટિ થઈ શકે. આ સાથે જ અરજીઓને ફગાવી દેવામાં આવી.
Nov 06, 2020, 7:54 am IST

જો બિડેને લોકોને કરી શાંત રહેવાની અપીલ, કહ્યુ - પ્રક્રિયા ચાલી રહી છે, ગણતરી પૂરી થઈ રહી છે.
Nov 06, 2020, 7:49 am IST

ડોનાલ્ડ ટ્રમ્પે એક વાર ફરીથી જીતનો દાવો કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરીને કહ્યુ છે કે જો તમે માન્ય વોટ(કાયદેસર મત)ની ગણતરી કરશો તો હું સરળતાથી જીતી જઈશ. પરંતુ જો તમે ગેરકાયદે(મેલ ઈન બેલેટ્સ) મતોની ગણતરી કરશો તો તે(બિડેન) આના દ્વારા અમારાથી જીત ચોરવાની કોશિશ કરી શકે છે. હું પહેલેથી જ ઘણા મોટા રાજ્યોમાં ઐતિહાસિક માર્જિન સાથે જીતી ચૂક્યો છુ.
Nov 05, 2020, 4:12 pm IST

ટ્રમ્પ કેમ્પેઇન મેનેજર બિલ સ્ટેપિને ફરી એકવાર જણાવ્યું છે કે ઘણા વિસ્તારોમાં મત ગણતરીના અહેવાલો પ્રાપ્ત થયા છે, જેના પરિણામો પર સવાલો ઉભા થયા છે. આવી સ્થિતિમાં તેઓ ફરી મતની ગણતરી માટે અપીલ કરી છે.
Nov 05, 2020, 3:56 pm IST

ટ્રમ્પ કેમ્પેઇન મેનેજર બિલ સ્ટેપિને ફરી એકવાર જણાવ્યું છે કે ઘણા વિસ્તારોમાં મત ગણતરીના અહેવાલો પ્રાપ્ત થયા છે, જેના પરિણામો પર સવાલો ઉભા થયા છે. આવી સ્થિતિમાં તેઓ ફરી મતની ગણતરી માટે અપીલ કરી છે.
Nov 05, 2020, 12:38 pm IST

બિડેને ખુદને જીતની નજીક જોઈ બિલ્ડ બેંક બેટર નામથી ટ્રાન્ઝિશન વેબસાઈટ શરૂ કરી છે. ટ્રાન્ઝિશન ટીમ યુએસ સામે આ સમયે મહત્વના મુદ્દાઓ પર કામની તૈયારી કરશે.
Nov 05, 2020, 12:37 pm IST

ટ્રમ્પના કેમ્પેઈન મેનેજર બિલ સ્ટેપીને એક વાર ફરીથી કહ્યુ છે કે ઘણા વિસ્તારોથી મત ગણતરીમાં ગરબડના સમાચાર આવ્યા છે. જેનાથી પરિણામો પર સવાલ ઉભા થઈ શકે છે. એવામાં તે ફરીથી મતગણતરીની અપીલ કરે છે.
Nov 05, 2020, 12:36 pm IST

અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટ ઉમેદવાર જે બિડેન બહુમતની નજીક આવતા દેખાઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ બનવા માટે બહુમતના આંકડા એટલે કે 270 ઈલેક્ટ્રોલર વોટથી તે હવે 6 વોટ દૂર છે.
Nov 05, 2020, 12:34 pm IST

ચાર ભારતીય મૂળના ઉમેદવાર - ડૉ. એમી બેરા, પ્રેમિલા જયપાલ, રો ખન્ના અને રાજા કૃષ્ણમૂર્તિ - અમેરિકી કોંગ્રેસના નીચલા હાઉસ ઑફ રિપ્રેન્ઝન્ટેટીવ માટે ફરીથી ચૂંટાયા છે.
Nov 05, 2020, 10:38 am IST

પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ ડેમોક્રેટ જો બિડેને તોડ્યો પોતાના બૉસ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો રેકોર્ડ. બુધવારે બપોર સુધી બન્યા સૌથી વધુ વોટ મેળવનાર ઉમેદવાર. વર્ષ 2008માં બરાક ઓબામાને લગભગ 69,500,000 વોટ મળ્યા હતા. જ્યારે બિડેને અમેરિકી સમયાનુસાર બુધવારે બપોર સુધી 70,330,000 વોટ મેળવી લીધા છે.
Nov 05, 2020, 7:46 am IST

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેંસિનિલવેનિયા, મિશીગનના પરિણામોને કોર્ટમાં પડકાર્યા, વિસ્કૉન્સિનમાં ફરીથી વોટોની ગણતરીની માંગ કરી. રાષ્ટ્રપતિ ટ્રમ્પના જણાવ્યા મુજબ પોસ્ટ દ્વારા આવેલ મતપત્રોના ટકા નષ્ટ કરનારા છે.
Nov 05, 2020, 7:21 am IST

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીતની ખેબ જ નજીક પહોંચીને જો બિડેને કહ્યુ, 'પ્રક્રિયા અને એકબીજા પર વિશ્વાસ જાળવી રાખો. એકસાથે, આપણે આનાથી જીતીશુ.' તમને જણાવી દઈએ કે જે બિડેન જીતની ખૂબ જ નજીક પહોંચી ચૂક્યા છે. તેમણે અત્યાર સુધી 264 ઈલેક્ટોરલ વોટ મેળવી લીધા છે. વળી, ટ્રમ્પ 214 વોટો પર છે. અમેરિકામાં બહુમતનો આંકડો 270 છે એટલે કે બિડેન માત્ર 6 વોટ દૂર છે.
Nov 05, 2020, 12:17 am IST

સુત્રોના જણાવ્યા અનુસાર જો બીડેન વિસ્કોન્સિનમાં 49.57 ટકા મત સાથે જીત્યા હતા, જ્યારે ટ્રમ્પને 48.95 ટકા મત મળ્યા હતા. અહીં કુલ 95 ટકા મતદાન થયું હતું.
Nov 04, 2020, 11:06 pm IST

ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે કહ્યું - દરેક બેલેટની ગણતરી ન થાય ત્યાં સુધી આ રેસ સમાપ્ત થશે નહીં.
Nov 04, 2020, 11:05 pm IST

ફિલ્મ નિર્માતા મીરા નાયરના પુત્રની ન્યુ યોર્ક રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં જીત, જોહરાન મમડાની ડેમોક્રેટિક સોશિયલિસ્ટ ઓફ અમેરીકાના સભ્ય છે.
Nov 04, 2020, 10:49 pm IST

જો બિડેને કહ્યું- ઈંતેજાર કરો, જીત આપણી થશે
Nov 04, 2020, 10:48 pm IST

ટ્રમ્પે ફ્લોરિડા, ટેક્સાસ, ઓહિયો, આયોવા, કેંટકી, લુઈસિયાના, મિસિસિપી અને ટેનેસી જીતી લીધા છે. સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ મુજબ ટ્રમ્પ ચૂંટણી યુદ્ધના મેદાન પેન્સિલવેનિયામાં પણ બિડેનથી આગળ છે. 64 ટકા મતગણતરી પૂરી થયા બાદ ટ્રમ્પ પાસે 54.5 ટકા મતદાતા વોટ સંખ્યા છે, જ્યારે બિડેનને 44.4 ટકા વોટ મળ્યા છે.
Nov 04, 2020, 10:46 pm IST

ડોનાલ્ડ ટ્રમ્પે મત ગણતરી પર સવાલ ઉઠાવ્યા, ગડબડીની આશંકા જતાવી
Nov 04, 2020, 10:16 pm IST

રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે યુ.એસ.માં મતની ગણતરી પર ઉઠાવ્યા સવાલ
Nov 04, 2020, 10:15 pm IST

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું - તેઓ મેલ બેલેટની ગણતરી કેવી રીતે કરે છે, તે તેમની ટકાવારી અને વિનાશક ક્ષમતામાં ભયંકર છે.
Nov 04, 2020, 10:07 pm IST

ટ્રમ્પે ફ્લોરિડા, ટેક્સાસ, ઓહિયો, આયોવા, કેન્ટુકી, લ્યુઇસિયાના, મિસિસિપી અને ટેનેસીમાં જીત મેળવી છે. સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર, ચૂંટણીના યુદ્ધના મેદાન એવા પેન્સિલવેનિયામાં પણ ટ્રમ્પ બિડેનથી આગળ છે. ટ્રમ્પ પાસે 64 ટકા મત પૂર્ણ થયા પછી 54.5 ટકા મતદારોની મત સંખ્યા છે, જ્યારે બિડેનને 44.4 ટકા મત મળ્યા છે.
Nov 04, 2020, 9:10 pm IST

જો બિડેને કહ્યું - રાહ જુઓ, વિજય આપણી જ થશે
Nov 04, 2020, 8:55 pm IST

જો બીડેનને 238 અને ડોનાલ્ડ ટ્રમ્પને 213 મતદાર મતો મળ્યા.
Nov 04, 2020, 3:12 pm IST

એરિઝોનામાં ડેમોક્રેટ જો બીડેનનો વિજય થયો. 1996 પછી ડેમોક્રેટિક પાર્ટીના આવા બીજા ઉમેદવાર છે જે અહીં જીત્યા છે. આ એક મોટું યુદ્ધનું મેદાન છે જ્યાં ટ્રમ્પે 2016 માં 3.5 ટકા પોઇન્ટ સાથે જીત મેળવી હતી.
Nov 04, 2020, 1:19 pm IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વાર ફરીથી પોતાની જીતનો દાવો કર્યો છે. કોરોના વાયરસ મહામારી વચ્ચે થયેલી આ ચૂંટણીમાં વોટિંગ બંધ થઈ ચૂક્યુ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ કે તે દરેક જગ્યાએ જીતી રહ્યા છે. ડેમોક્રેટ્સ જો જીતનો દાવો કહી રહ્યા હોય તો એ જનતા સાથે છેતરપિંડી છે અને હવે આનો નિર્ણય સુપ્રીમ કોર્ટમાં થશે.
Nov 04, 2020, 1:00 pm IST

યૂઝ એજન્સી એપી તરફથી જણાવવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડામાં જીતી ચૂક્યા છે. આ રાજ્યના 29 ઈલેક્ટોરલ વોટ્સ પણ તેમના ખાતામાં ગયા છે. ફ્લોરિડા એક મોટુ બેટલગ્રાઉન્ડ સ્ટેટ છે અને ટ્રમ્પના ફરીથી ચૂંટણીમાં આ રાજ્ય મોટી ભૂમિકા નિભાવવાનુ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે ધીમે ધીમે ચૂંટણી મેદાનમાં પાછા આવી રહ્યા છે.
Nov 04, 2020, 12:58 pm IST

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જૉર્જિયા અને નૉર્થ કેરોલિના રાજ્યોમાં પણ આગળ થઈ ચૂક્યા છે.
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X