અમેરિકામાં બરફનું ભયાનક તોફાન, 6 લાખ ઘરોમાં અંધારપટ
અમેરિકામાં હાલમાં ભયાનક બરફનું તોફાન ત્રાટક્યું છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ કુદરતી આફતને પગલે અત્યાર સુધીમાં 10 હજારથી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હોવાના અહેવાલ છે.

ભારે હિમવર્ષા અને પ્રતિકૂળ હવામાનને લીધે ત્યાંના આશરે 4 કરોડથી વધુ લોકો સીધી રીતે પ્રભાવિત થયા છે. ઠેર-ઠેર વીજ પુરવઠો ખોરવાઈ જતાં 6 લાખથી વધુ ઘરોમાં અંધારપટ છવાઈ ગયો હોવાની માહિતી મળી છે.
આ કુદરતી સંકટની અસર ભારતીય વિમાની સેવાઓ પર પણ જોવા મળી રહી છે, જેમાં એર ઈન્ડિયાએ મહત્વનો નિર્ણય લીધો છે. કંપનીએ સુરક્ષાના કારણોસર ન્યૂયોર્ક અને નેવાર્ક તરફ જતી તમામ ફ્લાઈટ્સ હાલમાં રદ કરી દીધી છે.
નિષ્ણાતોના મતે 'બોમ્બ સાયક્લોન'ના પ્રભાવને કારણે અમેરિકાના અનેક વિસ્તારોમાં એક ફૂટથી પણ વધુ બરફની ચાદર પથરાઈ ગઈ છે. રસ્તાઓ અને એરપોર્ટ પર બરફ જામી જવાથી વાહનવ્યવહાર અને મુસાફરી કરવી જોખમી બની ગઈ છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્કના મેયર દ્વારા સ્થાનિક રહેવાસીઓ માટે ખાસ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. તેમણે લોકોને સુરક્ષિત રહેવા અને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા માટે કડક અપીલ કરી છે.
-
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
