યુક્રેનના રાષ્ટ્રપતિએ નાટો પર કાઢી ભડાશ, કહ્યુ - તમે રશિયાથી ડરો છો અને આ સત્ય છે

એક વાર ફરીથી ઝેલેંન્સ્કીએ નાટો પર પોતાની ભડાશ કાઢી છે અને કહ્યુ છે કે તે રશિયાથી ડરે છે.

કીવઃ યુક્રેન છેલ્લા એક મહિનાથી રશિયાના આક્રમણનો સામનો કરી રહ્યુ છે. રશિયાના હુમલામાં અત્યાર સુધી હજારો લોકોના મોત થઈ ચૂક્યા છે. આ હુમલા બાદથી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંન્સ્કીએ તમામ દેશોને મદદની અપીલ કરી છે. ઝેલેંન્સ્કી માંગ કરી રહ્યા છે કે યુક્રેનને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવે જેનાથી રશિયન એરક્રાફ્ટ યુક્રેનને નિશાન ના બનાવી શકે પરંતુ હાલમાં તેમની આ અપીલને સ્વીકારવામાં આવી રહી નથી. આ દરમિયાન એક વાર ફરીથી ઝેલેંન્સ્કીએ નાટો પર પોતાની ભડાશ કાઢી છે અને કહ્યુ છે કે તે રશિયાથી ડરે છે.

volodymyr zelensky

વોલોદિમીર ઝેલેંન્સ્કીએ નાટો પર આકરો હુમલો કરીને કહ્યુ કે નાટોએ હવે એ ખુલીને કહેવુ જોઈએ કે તે યુક્રેનનો નાટોમાં સ્વીકાર કરે અથવા કહી દે કે રશિયાથી ડરે છે એટલા માટે સ્વીકારી શકતા નથી. સત્ય આ જ છે કે નાટો રશિયાથી ડરે છે. ઝેલેંન્સ્કીએ કહ્યુ કે નાટોએ એ વાતનો સ્વીકાર કરીને કહેવુ જોઈએ કે નાટો સભ્ય દેશો યુક્રેનને નાટો સભ્ય બન્યા વિના પણ સુરક્ષાની ગેરેન્ટી આપી શકે છે અને અહીં સમજૂતી કરી શકે છે અને આ યુદ્ધ રોકી શકે છે.

તમને જણાવી દઈએ કે વિશેષજ્ઞોનુ માનવુ છે કે રશિયાના આક્રમક વલણનુ મોટુ કારણ એ જ છે કે યુક્રેન નાટોમાં શામેલ થવા માંગે છે. આના કારણે વ્લાદિમીર પુતિને યુક્રેન સામે સૈન્ય ઑપરેશનનો આદેશ આપ્યો કારણકે તે નથી ઈચ્છા કે નાટોની સેના રશિયાની સીમા પર આવીને ઉભી થઈ જાય. જો કે, થોડા દિવસ પહેલા ઝેલેંન્સ્કીએ કહ્યુ હતુ કે તેમનો દેશ નાટોનો સભ્ય નહિ બને. તેમણે કહ્યુ હતુ કે હું આ વાતને પહેલા જ સમજી શક્યો છુ કે નાટો અમને સ્વીકારવા માંગતા નથી. નાટો વિવાદિત વસ્તુઓથી ડરે છે અને રશિયા સાથે ટકરાવ નથી ઈચ્છતા.

બીજી તરફ,અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયા સામે ભારતના વલણને લઈને કડક ટિપ્પણી કરી છે. બાઈડેને કહ્યુ કે ભારત અમેરિકાના મુખ્ય સાથીઓમાં અપવાદ સ્વરૂપ છે, યુક્રેન પર હુમલો કરનાર રશિયાને દંડિત કરવા માટે પશ્ચિમી દેશોએ પ્રતિબંધ લગાવ્યા છે પરંતુ ભારત આ બાબતે અમુક હદ સુધી અસ્થિર છે. બાઈડેને કહ્યુ કે ક્વાડમાં જાપાન અને ઑસ્ટ્રોલિયા પુતિનના આક્રમણકારી વલણ સામે ઘણા કડક રહે છે. પરંતુ ભારત એક અપવાદ છે જેનુ આ મામલે વલણ અમુક હદ સુધી ડગમગી રહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X