Twitter Logo Changed: એલન મસ્કે બદલ્યો ટ્વિટરનો લોગો, વાદળી ચકલીના બદલે લગાવ્યો Dogeનો આઈકન
Twitter Logo Changed: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ખરીદ્યા બાદ એલન મસ્ક ઘણા ફેરફારો કરી ચૂક્યા છે. આ વખતે વાદળી રંગની ચકલી જ બદલી દેવાના સમાચાર સામે આવ્યા છે. હા, એલન મસ્કે ટ્વિટરમાંથી વાદળી ચકલીને હટાવીને તેની જગ્યાએ એક ડૉગનો લોગો લગાવી દીધો છે.
આ ડૉગ ક્રિપ્ટો કરન્સી ડૉજ કૉઈનનો લોગો છે. એલન મસ્કે ખુદ આ અંગે ટ્વિટ કર્યુ. આ ફેરફાર બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયુ છે કે ટ્વિટરે પોતાનો લોગો બદલ્યો છે. ટ્વિટરના આઇકન બદલ્યા પછી, એલન મસ્કે એક જૂનુ ટ્વિટ શેર કર્યુ. જેમાં તેમણે ટ્વિટર વિશે કહ્યુ કે શું નવા પ્લેટફોર્મની જરૂર છે.

તેના પર ટિપ્પણી કરતા અન્ય યુઝરે લખ્યુ, ટ્વિટર ખરીદો અને તેનો લોગોને પક્ષીથી કૂતરામાં બદલો. આના જવાબમાં મસ્કે લખ્યું કે તે શાનદાર હશે. એલન મસ્કે ફરી એકવાર પોતાનુ આ જ ટ્વીટ શેર કર્યું અને લખ્યુ કે, તેણે જે વચન આપ્યુ હતુ તે પૂરુ કર્યુ.
ટ્વિટરનો લોગો જે રીતે બદલાયો તે જોઈને લોકો સવાલ કરવા લાગ્યા કે શું હવે ટ્વિટરનો લોગો બદલાઈ ગયો છે. #Doge ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો. લોકો અનુમાન કરવા લાગ્યા કે ટ્વિટર હેક થયુ છે. પરંતુ થોડા સમય પછી, જે રીતે એલન મસ્કે ટ્વીટ કર્યુ તેના પરથી તે સ્પષ્ટ થઈ ગયુ કે ટ્વિટરનો લોગો બદલાઈ ગયો છે.
એલન મસ્કે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ઘણી ફની ટ્વિટ કરી છે. મોડી રાત્રે તેમણે એક તસવીર શેર કરી જેમાં કૂતરો ટ્વિટરના સીઈઓની ખુરશી પર બેઠો છે. આ ફોટો શેર કરતા મસ્કે લખ્યુ, ટ્વિટરના નવા સીઈઓ શાનદાર છે.
— Elon Musk (@elonmusk) April 3, 2023
મસ્ક દ્વારા અન્ય એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, જેમાં કૂતરો કાર ચલાવી રહ્યો છે અને પોલીસને તેનુ ડ્રાઇવિંગ લાયસન્સ બતાવે છે, જેમાં ટ્વિટરનો લોગો છે, જેમાં કેપ્શન છે, "આ જૂનો ફોટો છે". મસ્કે જે રીતે આ ટ્વિટ કર્યુ તે પછી લોકો માટે સ્પષ્ટ થઈ ગયુ છે કે આ ફેરફાર એલન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે.
MetamorphosisAI pic.twitter.com/GvZ2etBfPL
— Elon Musk (@elonmusk) April 3, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
