Turkey Earthquake: તુર્કીમાં મૃતકોની સંખ્યામાં થઈ શકે છે 8 ગણો વધારોઃ WHO
તુર્કીમાં સોમવારે આવેલા વિનાશકારી ભૂકંપમાં અત્યાર સુધીમાં 3800થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ડબ્લ્યુએચઓના જણાવ્યા મુજબ મૃતકોની સંખ્યામાં 8 ગણો વધારો થઈ શકે છે.
Turkey Earthquake: તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂંકપના કારણે હજારો લોકોના મોત થઈ ગયા છે. મોતનો આંકડો હાલમાં 3800ને પાર કરી ગયો છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી ચેતવણી આપવામાં આવી છે કે મૃતકોની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે. તુર્કીમાં મરનાર સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે સોમવારે સવારે તુર્કીમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ દુનિયાભરમાંથી રાહત અને મદદ મોકલવામાં આવી રહી છે. ભારતે પણ તુર્કીને મદદ માટે હાથ લંબાવ્યો છે અને એનડીઆરએફની બે ટીમોને રાહત અને બચાવ તેમજ સર્ચ અભિયાન માટે રવાના કરી છે. નોંધનીય છે કે સોમવારે સવારે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ સવારે 4.17 વાગ્યે આવ્યો હતો, ત્યારબાદ 7.6ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. ત્રીજો ભૂકંપ 6.0ની તીવ્રતાનો હતો.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કહેવામાં આવ્યુ છે કે મૃત્યુઆંક હજુ આઠ ગણો વધી શકે છે. આવતા અઠવાડિયામાં ભૂકંપમાં માર્યા ગયેલા અથવા ઘાયલ થયેલા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ઠંડીના કારણે ઘણા લોકોને ખુલ્લામાં રહેવુ પડી શકે છે. રોડ તૂટી ગયા છે, આવનારા દિવસોમાં સ્થિતિ ખૂબ ગંભીર બની શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
