ઈટલીમાં ગમખ્વાર દૂર્ઘટના, પુલ પરથી પડતા બસમાં લાગી આગ, 21 લોકો જીવતા ભૂંજાયા
Italy Bus Accident: ઈટલીના વેનિસમાં મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં એક બસ કાબૂ બહાર જઈને પુલ પરથી પડી ગઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જેમને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, બસ મિથેન ગેસ પર ચાલી હતી, તેથી પડતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે ઘણા લોકો જીવતા સળગી ગયા હતા. આ ઘટનાના ઘણા વીડિયો અને ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ ઘટના પર શોક વ્યક્ત કરતા મેયર લુઇગી બ્રુગનારોએ ફેસબુક પર લખ્યું કે આજે સાંજે અમારા સમુદાયમાં એક દુર્ઘટના બની છે. તેણે ક્રેશ સ્થળને 'એપોકેલિપ્ટિક સીન' તરીકે વર્ણવ્યું હતું. વેનિસ પ્રદેશના ગવર્નર લુકા ઝિયાએ કહ્યું કે ઓછામાં ઓછા 21 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 20થી વધુ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતદેહોને બહાર કાઢવા અને તેમની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. મૃતકો અને ઘાયલોમાં માત્ર ઈટાલિયનો જ નહીં પરંતુ ઘણા દેશોના લોકોનો સમાવેશ થાય છે.
સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, બસ વેનિસના ઐતિહાસિક કેન્દ્રથી એક કેમ્પિંગ સાઇટ પર પરત ફરી રહી હતી ત્યારે તેણે કાબૂ ગુમાવ્યો હતો અને લગભગ 7.30 વાગ્યે પુલ પરથી પલટી ગઈ હતી. તેમાં મિથેન હતું એટલે તરત જ આગ લાગી ગઈ. ઘટના બાદ ફાયર બ્રિગેડના જવાનો પહોંચ્યા ત્યાં સુધીમાં ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું.
ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે, 'અકસ્માતના સમાચાર સાંભળીને હું ખૂબ જ દુખી છે. હું આ ઘટના અંગે મેયર લુઇગી બ્રુગનારો અને પરિવહન મંત્રી માટ્ટેઓ સાલ્વિનીના સંપર્કમાં છું.'
કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ડ્રાઇવરનું અચાનક બીમાર પડવું અથવા અસ્વસ્થ થવું એ અકસ્માતનું કારણ હોઈ શકે છે. જો કે તેની તપાસ હજુ ચાલુ છે. ઈલ કોરિએરે ડેલા સેરા અખબાર અનુસાર, અવરોધ તોડ્યા પછી, બસ પુલ પરથી ઉતરી ગઈ હતી અને રેલવે ટ્રેકની નજીક લગભગ 100 ફૂટ નીચે પડી હતી. અખબારે દાવો કર્યો છે કે આગ વીજ લાઈનો સાથે અથડાવાને કારણે લાગી હતી. જેના કારણે ઘણા લોકો જીવતા દાઝી ગયા હતા.
#WATCH | At least 21 people died after a city bus carrying tourists to a campground crashed off an overpass near Venice in northern Italy and caught fire, the city's prefect Michele Di Bari said: Reuters pic.twitter.com/rMNjksucn0
— ANI (@ANI) October 3, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
