હોંગકોંગ-લોસ એન્જલસ ફ્લાઈટનું ટાયર ફાટ્યું, 11 મુસાફરો ઘાયલ
હોંગકોંગ જતી કેથે પેસિફિક ફ્લાઈટ CX880 ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઓફ કરતા પહેલા ટેક્નિકલ સમસ્યાને કારણે ગ્રાઉન્ડ થઈ ગઈ હતી. આપાતકાલીન સ્થળાંતર દરમિયાન 11 મુસાફરો ઘાયલ થયા હતા.
અત્રે નોંધનીય છે કે, હોંગકોંગથી લોસ એન્જલસ જઈ રહેલા પ્લેનમાં 17 ક્રૂ મેમ્બર અને 293 મુસાફરો સવાર હતા.
કેથે એરલાઈને એક નિવેદન જાહેર કરતા જણાવ્યું હતું કે, જ્યારે પ્લેન ટેકઓફ થવા જઈ રહ્યું હતું, ત્યારે ક્રૂને કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ જોવા મળ્યો, જેના પછી ફ્લાઈટ કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આવા સમયે, જો મીડિયા રિપોર્ટનું માનીએ તો, આ ઘટના પાછળનું કારણ વિમાનનું ટાયર વધુ ગરમ થવાને કારણે અકસ્માત સર્જાયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
સત્તાવાર આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી જણાયા બાદ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવાનો ઉદ્દેશ્ય હતો. તેથી મુસાફરોને પાંચ ડોર એસ્કેપ સ્લાઇડ્સનો ઉપયોગ કરીને એરક્રાફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન 11 મુસાફરો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કેથે કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નવ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, તેઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં બે મુસાફરો હોસ્પિટલમાં દાખલ છે.
કેથેએ જણાવ્યું હતું કે, આ મુસાફરો અને તેમના પરિવારોની કાળજી લેવામાં આવશે, અમે જે પણ મદદની જરૂર પડશે તે કરીશું. એરલાઈને મુસાફરોની માફી પણ માંગી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
