હોંગ કોંગને પાછળ છોડી આ શહેર બન્યું સૌથી મોંઘુ શહેર, યાદીમાં ભારતના કેટલા શહેર?

જ્યારે પણ દુનિયાના સૌથી મોંઘા શહેરોની વાત આવે છે, ત્યારે હોંગકોંગનું નામ સૌથી મોખરે આવે છે. જોકે, હવે સમય બદલાઇ ગયો છે. આ વર્ષે દુનિયાનું સૌથી મોંઘુ શહેર ન્યુયોર્ક બની ગયું છે. ન્યૂયોર્ક સિટીએ હોંગકોંગને પાછળ છોડીને સૌથી મોઘા સિટીનો ખાતાબ પોતાના નામે કર્યો છે.

વર્ષ 2023 માટે ECA ઈન્ટરનેશનલના કોસ્ટ ઓફ લિવિંગ રેન્કિંગે હાલમાં જ રહેવાની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોંઘા શહેરોની યાદી જાહેર કરી છે, જેમાં ન્યૂયોર્કે પ્રથમ રેન્કિંગ હાંસલ કર્યું છે.

new york

ઉલ્લેખનીય છે કે, ન્યુયોર્ક બાદ હોંગકોંગ બીજા નંબરે છે અને જીનીવા અને લંડન ત્રીજા અને ચોથા નંબર પર છે. ગત વખતે ટોપ ફાઈવમાં સ્થાન મેળવનારું સિંગાપોર શહેર આ વખતે 13મા નંબર પર રહ્યું છે.

અત્રે નોંધનીય છે કે, મોંઘવારી અને આકાશને આંબી જતા દરોને કારણે આ વખતે સિંગાપોર પોતાનું શ્રેષ્ઠ સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યું છે. મોંઘવારી અને કોરોના રોગચાળા બાદ સતત વધી રહેલી મોંઘવારીએ આ વખતે આ એશિયન શહેરને ટોચના પાંચમાંથી બહાર ધકેલી દીધું છે.

ECA ઈન્ટરનેશનલના કોસ્ટ ઓફ લિવિંગ સર્વે મુજબ, દુબઈમાં ઘરના ભાડા છેલ્લા વર્ષમાં રશિયન પ્રવાસીઓના ધસારાને કારણે નોંધપાત્ર રીતે વધ્યા છે. આ વખતે આ શહેર લિસ્ટમાં 12મા નંબરે આવ્યું છે. એશિયન શહેરોની સરખામણીમાં આ વખતે યુરોપિયન શહેરોની રેન્કિંગમાં ઘણો ઉછાળો આવ્યો છે. આ સાથે ચીનના શહેરોની રેન્કિંગમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

વિશ્વના સૌથી મોંઘા શહેરોની રેન્કિંગ

  1. ન્યુયોર્ક - યુએસ
  2. હોંગકોંગ - ચીન
  3. જીનીવા - સ્વિટ્ઝર્લૅન્ડ
  4. લંડન - યુકે
  5. સિંગાપુર
  6. ઝ્યુરિચ - સ્વિટ્ઝર્લૅન્ડ
  7. સાન ફ્રાન્સિસ્કો - યુએસ
  8. તેલ અવીવ - ઇઝરાયેલ
  9. સિઓલ - દક્ષિણ કોરિયા
  10. ટોક્યો - જાપાન
  11. બર્ન - સ્વિટ્ઝર્લૅન્ડ
  12. દુબઈ - સંયુક્ત આરબ અમીરાત
  13. શાંઘાઈ - ચીન
  14. ગુઆંગઝુ - ચીન
  15. લોસ એન્જલસ - યુ.એસ
  16. શેનઝેન - ચીન
  17. બેઇજિંગ - ચીન
  18. કોપનહેગન - ડેનમાર્ક
  19. અબુ ધાબી - સંયુક્ત આરબ અમીરાત
  20. શિકાગો - યુએસ
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X