ઈસ્લામિક જેહાદ અને હમાસ વચ્ચે મોટો તફાવત છે, જાણો બન્ને કેવી રીતે અલગ પડે છે?
ઈસ્લામિક આતંકવાદે લાખો લોકોના જીવ લીધા છે. હાલમાં જ હમાસના હુમલામાં બાદ હવે ઇઝરાયેલની કાર્યવાહી હમાસને ભારે પડી રહી છે. જોક તમને જાણીને નવાઈ લાગશે કે હમાસ અને ઈસ્લામિક જેહાદમાં મોટુ અંતર છે.
ઈઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે હમાસ અને લેબનીઝ ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહની પણ ચર્ચા છે. પેલેસ્ટાઈનની સાથે અન્ય ઘણા દેશોમાં તેની હાજરી છે. તે હમાસની સાથે ઈઝરાયેલની પણ વિરુદ્ધ છે.

હમાસ અને પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદના સાથી તરીકે ઓળખાય છે. જો કે ઇસ્લામિક જેહાદ અને હમાસ બન્ને ઘણી રીતે અલગ પડે છે. જો કે બંને સંગઠન ઇઝરાયલના વિરોધમાં છે.
ઇસ્લામિક જેહાદને પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ પણ કહેવામાં આવે છે. તે પેલેસ્ટાઈનમાં સૌથી સક્રિય કટ્ટરવાદી આતંકવાદી સંગઠન છે. હમાસ અને લેબનોન પછી આ સંગઠન પણ ઈઝરાયેલ માટે સૌથી મોટી સમસ્યા છે.
ઇસ્લામિક જેહાદ શું છે?
ઇસ્લામિક જેહાદ હમાસ પછી ગાઝાનું બીજું સૌથી મોટું સંગઠન છે. તેને 2007 થી ગાઝા પર નિયંત્રણ અને શાસન કર્યું છે. તે સુન્ની ઈસ્લામિક આતંકવાદી સંગઠન છે. તે હંમેશા ઈસ્લામિક-પેલેસ્ટિનિયન રાજ્ય અને ઈઝરાયલની સ્થાપનાની વિરુદ્ધ રહ્યું છે.
પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદની સ્થાપના 1980માં ગાઝા પટ્ટી પર ઇઝરાયેલના કબજા સામે લડવા માટે થઈ છે. આ સંગઠનની ગાઝા અને વેસ્ટ બેંક પેલેસ્ટિનિયન બંને પ્રદેશોમાં હાજરી છે. ઇસ્લામિક જેહાદના સ્થાપકો ફાતિ શકાકી અને અબ્દ અલ-અઝીઝ અવદા હતા અને તે ઇજિપ્તમાં ઇજિપ્તીયન મુસ્લિમ બ્રધરહુડના સભ્યો પણ હતા.
આ 1920 ના દાયકામાં હસન અલ-બન્ના દ્વારા સ્થાપિત સુન્ની ઇસ્લામવાદી ચળવળ હતી. બંને સ્થાપકો 1970ના દાયકામાં આયાતુલ્લા રૂહોલ્લાહ ખોમેનીના નેતૃત્વમાં ઈરાની ક્રાંતિથી પ્રેરિત હતા અને ઈઝરાયેલને નાબૂદ કરવા માટે એક સંગઠન બનાવ્યું હતું.
ઇસ્લામિક જેહાદે 1980ના દાયકામાં ઇઝરાયલ વિરુદ્ધ તેનું અભિયાન શરૂ કર્યું. 1987માં પ્રથમ ઈન્ટિફાદા પહેલા ગાઝા પટ્ટીમાં ઘણા આતંકવાદી હુમલા કર્યા હતા. સંગઠનની સૈન્ય પાંખ અલ-કુદ્સ બ્રિગેડે 1990ના દાયકાથી ઈઝરાયેલમાં ઘણા હુમલા કર્યા છે. આ સંસ્થા ઇઝરાયેલ, ગાઝા પટ્ટી અને વેંસ્ટ બેંકમાં કાર્યરત છે.
લેબનોન અને સીરિયામાં પણ તેની હાજરી છે. હમાસની જેમ ઈસ્લામિક જેહાદને પણ ઈઝરાયેલ અને અમેરિકાએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.
હમાસ અને ઇસ્લામિક જેહાદ વચ્ચે શું તફાવત છે?
ઇસ્લામિક જેહાદ હમાસ સાથે જોડાયેg નથી પરંતુ તે ઇઝરાયેલ સામેની લડાઇમાં પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથ સાથે છે. હમાસ ફક્ત ગાઝામાં સ્થિત છે જ્યારે ઇસ્લામિક જેહાદની લેબનોન અને સીરિયામાં હાજરી છે. ગાઝા અને વેસ્ટ બેંકમાં કામ કરવા ઉપરાંત તેહરાનમાં તેની ઓફિસ પણ છે. હમાસની જેમ ઈસ્લામિક જેહાદને પણ ઈરાન તરફથી આર્થિક મદદ અને સમર્થન મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
